Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હનુમાન અંશ 2માં અક્ષય હોવાની વાત સાવ ખોટી

હનુમાન અંશ 2માં અક્ષય હોવાની વાત સાવ ખોટી

Published : 01 October, 2026 08:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મની સીક્વલની જાહેરાત પહેલેથી જ થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં એના પર કામ પણ શરૂ કરવામાં આવશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


બૉક્સ-ઑફિસ પર ક્યારેક ઓછા બજેટમાં બનેલી ફિલ્મ જબરદસ્ત સફળતા મેળવે છે. આવું જ ‘હનુમાન અંશ’એ કરી બતાવ્યું છે. માત્ર બે કરોડ રૂપિયાના સામાન્ય બજેટમાં બનેલી આ ફિલ્મે સિનેમાઘરોમાં ૪૦૦ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મની સીક્વલની જાહેરાત પહેલેથી જ થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં એના પર કામ પણ શરૂ કરવામાં આવશે. હાલમાં આ સીક્વલ વિશે સમાચાર હતા કે ‘હનુમાન અંશ 2’માં અક્ષય કુમાર જોવા મળશે, પણ હવે ફિલ્મના નિર્માતાઓએ આ સમાચારને ખોટા ગણાવ્યા છે.

અક્ષય કુમારના કાસ્ટિંગને લઈને આ ચર્ચા ત્યારે શરૂ થઈ હતી જ્યારે કો-પ્રોડ્યુસર અનુપ્રિયાએ એક ઇન્ટરવ્યુમાં અક્ષય કુમારને પોતાનો ‘ફેવરિટ અભિનેતા’ ગણાવ્યો હતો. જોકે જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું અક્ષય કુમાર ‘હનુમાન અંશ 2’નો હિસ્સો બનશે, ત્યારે તેણે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. તેના આ જવાબને કારણે અક્ષય કુમારને ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવ્યો હોવાની અટકળો ચાલી હતી. આ પછી અનુપ્રિયાએ સ્પષ્ટતા કરી હતી કે ‘મેં ‘હનુમાન અંશ 2’માં અક્ષય કુમાર વિશે કંઈ કહ્યું નથી. આ વાત ખોટી છે.’


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2026 08:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK