Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સવારે સાડાચાર વાગ્યે કરીના કપૂરની રૂમની બહાર પકડાયો હતો સૈફ અલી ખાન

સવારે સાડાચાર વાગ્યે કરીના કપૂરની રૂમની બહાર પકડાયો હતો સૈફ અલી ખાન

Published : 07 September, 2026 12:13 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૌન બનેગા કરોડપતિ 18માં અક્ષય કુમારે ટશનના શૂટિંગ વખતનું રહસ્ય ખોલ્યું

અક્ષય કુમાર, સૈફ અલી ખાન અને અમિતાભ બચ્ચન

અક્ષય કુમાર, સૈફ અલી ખાન અને અમિતાભ બચ્ચન


અક્ષય કુમાર અને સૈફ અલી ખાન ‘હૈવાન’માં સાથે આવી રહ્યા છે. હાલમાં બન્ને ફિલ્મના પ્રમોશનમાં પણ વ્યસ્ત છે. આ પ્રમોશન માટે તેઓ અમિતાભ બચ્ચનના શો ‘કૌન બનેગા કરોડપતિ 18’માં પહોંચ્યા હતા. આ શોમાં અમિતાભ બચ્ચને એક તબક્કે સૈફ સાથે તેની અને કરીના કપૂરની લવ-સ્ટોરી વિશે પણ વાત કરી. આ મુદ્દે વાત કરતાં અમિતાભે કહ્યું હતું હતું કે ‘તમારી કરીનાજી સાથેની લવ-સ્ટોરી ‘ટશન’ ફિલ્મમાં શરૂ થઈ હતી એ વાત સાચી છે?’ આ સવાલના જવાબમાં સૈફે કહ્યું હતું, ‘હા સર, સાચું છે.’ અમિતાભે પછી અક્ષય કુમારનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું કે તે પણ ફિલ્મ ‘ટશન’નો હિસ્સો હોવાના કારણે સૈફ અને કરીનાના રોમૅન્સનો સાક્ષી છે.
અમિતાભની વાત સાંભળીને અક્ષયે આ વાતનો સ્વીકાર કરતાં ‘ટશન’ના શૂટિંગ વખતના એક રહસ્યનો ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘સર, હું સવારે સાડાચાર વાગ્યે ઊઠતો હતો. કરીનાની રૂમ મારી રૂમની બાજુમાં હતી. એક દિવસ દરવાજો ખોલ્યો તો બહાર સૈફ દેખાયો. મેં તેને પૂછ્યું કે શું કરી રહ્યો છે? તો તેણે તરત જવાબ આપતાં કહ્યું કે કંઈ નહીં, અમે જૉગિંગ માટે જઈ રહ્યાં છીએ અને હું તેને જગાડવા આવ્યો છું.’
અક્ષયની વાત સાંભળીને ત્યાર બાદ સૈફે પણ વાત વાળી લેતાં કહ્યું કે ‘હા, અમે સવારે જૉગિંગ માટે જઈ રહ્યાં હતાં.’

નાનકડા અક્કીએ જ્યારે ચોરી લીધો બિગ બીનો દ્રાક્ષનો ઝૂમખો



અક્ષય કુમારે શોમાં અમિતાભ બચ્ચન સાથેની તેની પહેલી મુલાકાત વિશે પણ વાત કરી હતી. ૧૯૮૨માં રિલીઝ થયેલી ‘બેમિસાલ’ના સેટ પર અમિતાભ સાથેની બાળપણની મુલાકાત યાદ કરતાં અક્ષયે અમિતાભને કહ્યું હતું કે ‘હું મારાં મમ્મી-પપ્પા સાથે સેટ પર આવ્યો હતો. મારા પપ્પા તમારા બહુ મોટા ચાહક હતા. મારી મમ્મીએ મને તમારો ઑટોગ્રાફ લેવા કહ્યું. હું તમારી પાસે આવ્યો, પણ મારી નજર તમે જે દ્રાક્ષ ખાઈ રહ્યા હતા એના પર હતી. તમે મને ઑટોગ્રાફ આપી રહ્યા હતા ત્યારે મેં દ્રાક્ષનો એક નાનો ઝૂમખો ચોરી લીધો અને તમે મને જોઈ લીધો. આ પછી હું ત્યાંથી જવા લાગ્યો ત્યારે તમે મને પાછો બોલાવ્યો અને મને દ્રાક્ષનો એથી પણ મોટો ઝૂમખો આપી દીધો.’


કરીના-સૈફના દીકરા તૈમુરને ઍક્ટર નહીં પણ ક્રિકેટર અથવા ફુટબૉલર બનવું છે

કરીના કપૂર અને સૈફ અલી ખાન ભલે બૉલીવુડનો હિસ્સો હોય પણ તેમનો ૯ વર્ષનો મોટો દીકરો તૈમુર અલી ખાન મમ્મી-પપ્પાના પગલે ચાલવા નથી ઇચ્છતો. હાલમાં કરીનાએ ખુલાસો કર્યો કે તૈમુરનું સપનું અભિનેતા બનવાનું નહીં પણ ક્રિકેટર અથવા ફુટબૉલર બનવાનું છે. દીકરાના શોખ વિશે વાત કરતાં કરીનાએ કહ્યું હતું કે ‘જ્યારે ટિમ મને કહે છે કે તે ફુટબૉલર અથવા ક્રિકેટર બનવા ઇચ્છે છે ત્યારે હું તેને કહું છું કે જો ખરેખર એ જ કરવું હોય તો જરૂર કર. તે કહે છે કે હું ગ્લોબલ લેવલ પર ફુટબૉલ અથવા ક્રિકેટ રમવા ઇચ્છું છું. આ સમયે હું તેને સમજાવું છું કે આ સપનું પૂરું કરવા માટે સખત મહેનત કરવી પડશે. શક્ય છે ભવિષ્યમાં તૈમુર પોતાનો વિચાર બદલી દે અને એમાં કંઈ ખોટું નથી. ફિલ્મી પરિવારમાં જન્મ થયો છે એટલે અભિનેતા બનવું જરૂરી નથી.’


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2026 12:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK