આ જાહેરાત અક્ષયકુમારે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ દ્વારા કરી છે
તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ
અક્ષયકુમાર, અનન્યા પાંડે અને આર. માધવનને મુખ્ય ભૂમિકાઓમાં ચમકાવતી ‘કેસરી ચૅપ્ટર 2’ ૧૮ એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. હવે ફિલ્મના નિર્માતાઓએ એક મોટો નિર્ણય લીધો છે. તેઓ હવે આ ફિલ્મને તેલુગુ ભાષામાં પણ રિલીઝ કરવાના છે. આ જાહેરાત અક્ષયકુમારે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ દ્વારા કરી છે. તેણે એક પોસ્ટર શૅર કર્યું છે જેના પર તેલુગુ ભાષામાં ફિલ્મનું નામ ‘કેસરી ચૅપ્ટર 2’ લખેલું છે અને સાથે જ રિલીઝ-ડેટનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. પોસ્ટરના નીચેના ભાગમાં રિલીઝની તારીખ ૨૩ મે લખી છે.
ફિલ્મમાં અક્ષયકુમારે સી. શંકરન નાયરની ભૂમિકા ભજવી છે, જે એક નીડર વકીલ છે અને તે જલિયાંવાલા બાગ નરસંહાર બાદ બ્રિટિશ સામ્રાજ્ય સામે કાનૂની લડાઈ લડે છે. આર. માધવને નેવિલ મેક્કિન્લી નામના તેજસ્વી વકીલનું પાત્ર ભજવ્યું છે જે બ્રિટિશ સરકારની તરફેણમાં લડે છે. એ ઉપરાંત અનન્યા પાંડે વકીલ દિલરીત ગિલની મહત્ત્વની ભૂમિકામાં છે.

