Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મમ્મી બન્યા પછી એક સમયે એક જ ફિલ્મ કરવાનું મારા માટે કમ્ફર્ટેબલ: આલિયા ભટ્ટ

મમ્મી બન્યા પછી એક સમયે એક જ ફિલ્મ કરવાનું મારા માટે કમ્ફર્ટેબલ: આલિયા ભટ્ટ

Published : 03 February, 2026 10:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આલિયા ભટ્ટ કહે છે કે, હવે મારી કામ કરવાની ક્ષમતા અને ગતિ બદલાઈ ગઈ છે

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ


આલિયા ભટ્ટ લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે. તે ૨૦૨૨માં મમ્મી બની હતી અને ત્યારથી તે ઓછી ફિલ્મોમાં જોવા મળી રહી છે. હવે આલિયાએ પોતે ખુલાસો કર્યો છે કે તેને હવે એક દીકરી છે ત્યારે તે એકસાથે ઘણીબધી ફિલ્મોમાં કામ કરવાને બદલે એક  સમયે એક જ ફિલ્મમાં કામ કરવા માટે કમ્ફર્ટેબલ છે.

હાલમાં એક ઇન્ટરવ્યુમાં કામ કરવાની પોતાની સ્ટાઇલ વિશે તેણે કહ્યું, ‘હવે મારી કામ કરવાની ક્ષમતા અને ગતિ બદલાઈ ગઈ છે, કારણ કે હવે મારે મારી દીકરીને પણ સાચવવાની છે. જોકે અત્યારે કામ કરવાની સ્પીડ કમ્ફર્ટેબલ છે અને હું એનાથી ખુશ છું. મને એક સમયે એક જ ફિલ્મ કરવાનું અને એમાં મારી સમગ્ર ઊર્જા લગાવવાનું વધુ ગમે છે. પહેલાં હું એકસાથે બે કે ત્રણ ફિલ્મો કરતી હતી, હવે એવું કરવાનું મને નથી ગમતું.’


Whatsapp-channel Whatsapp-channel

03 February, 2026 10:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK