Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેના કશેળી બ્રિજ પરથી યુવકે લગાવી છલાંગ, પણ ઉગારી લેવાયો

થાણેના કશેળી બ્રિજ પરથી યુવકે લગાવી છલાંગ, પણ ઉગારી લેવાયો

Published : 03 February, 2026 07:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે યુવકે આ પગલું કયા કારણસર ભર્યું હતું.

સિમેન્ટના કઠેડા પર પડેલો આદિત્ય, આદિત્યને ખાડીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

સિમેન્ટના કઠેડા પર પડેલો આદિત્ય, આદિત્યને ખાડીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.


થાણેના કશેળી બ્રિજ પર ગઈ કાલે સવારે એક ચોંકાવનારી ઘટના બની હતી જેમાં ભિવંડીના કાલ્હેરમાં રહેતા ૨૬ વર્ષના આદિત્ય મિશ્રાએ પોતાનું ટૂ-વ્હીલર બ્રિજ પર પાર્ક કરીને અચાનક ખાડીમાં ઝંપલાવી દીધું હતું. જોકે કાલ્હેરથી થાણે તરફ જઈ રહેલો આદિત્ય સીધો પાણીમાં પડવાને બદલે બ્રિજના પિલરના નીચેના ભાગમાં આવેલા સિમેન્ટના કઠેડા પર પટકાયો હતો જેને કારણે તેને ગંભીર ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થાણે ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સને થતાં એક કલાકની ભારે જહેમત બાદ આદિત્યને ઉગારી લેવામાં આવ્યો હતો. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે યુવકે આ પગલું કયા કારણસર ભર્યું હતું.

થાણે ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સના યાસીન તડવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ રેસ્ક્યુ ઑપરેશનમાં સ્થાનિક માછીમારોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. માછીમારોની એક બોટની મદદથી સંયુક્ત રીતે બચાવ-કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખાડીના પ્રવાહ અને કઠેડાની મુશ્કેલ જગ્યા હોવા છતાં લગભગ એક કલાકની ભારે જહેમત બાદ ઘાયલ યુવકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે બ્રિજ પર થોડા સમય માટે ટ્રાફિક જૅમ થયો હતો અને લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. તેણે આવું કેમ કર્યું એની તપાસ ચાલી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

03 February, 2026 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK