આલિયા ભટ્ટે શૅર કર્યો બાળકને ઉછેરવાનો મમ્મી તરીકેનો અનુભવ
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ પોતાની ફિલ્મી કરીઅર અને દીકરી રાહાની મમ્મી તરીકેની જવાબદારી એકસાથે સંભાળી રહી છે. હાલમાં એક ઇવેન્ટમાં આલિયાએ પેરન્ટિંગ દરમ્યાન આવતી મુશ્કેલીઓ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી અને સાથે જ કહ્યું હતું કે પર્ફેક્ટ પેરન્ટિંગ નામની કોઈ વસ્તુ હોતી નથી.
આલિયાએ કહ્યું હતું કે કોઈ પણ બાળક માટે પર્ફેક્ટ પેરન્ટિંગ શક્ય નથી. તેનું કહેવું છે કે તે ઇચ્છે છે કે દીકરી રાહા પોતે સલામતી અને ખુલ્લાપણાનો અનુભવ કરે, જેથી આ બાબતો તેના વિકાસમાં મદદરૂપ બને. રાહા માટે શ્રેષ્ઠ પસંદગી કરવા વિશે આલિયાએ જણાવ્યું હતું કે હવે તેણે ઘોંઘાટ અને અવ્યવસ્થામાં પણ ફોકસ કરવાનું શીખી લીધું છે, તેને ખબર છે કે શું જરૂરી છે. આલિયાએ બાળકની પસંદગી જાણવાની ટિપ્સ આપતાં કહ્યું હતું કે જ્યારે તમને તમારા બાળકનું રૂટીન સમજાઈ જાય છે ત્યારે તેના માટે કંઈ પણ પસંદ કરવું સરળ બની જાય છે અને જો બાળકના સ્વાસ્થ્ય વિશે કોઈ મૂંઝવણ હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.


