Ameesha Patel talks about Hrithik Roshan`s Body Maintenance: અમિષા પટેલ અને હૃતિક રોશને ફિલ્મ "કહો ના પ્યાર કા" થી બૉલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, જે સુપરહિટ રહી હતી. અમિષાએ તાજેતરમાં ઋતિક સાથેના તેના સંબંધ વિશે ખુલાસો કર્યો.
અમિષા પટેલ અને હૃતિક રોશન ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
અમિષા પટેલ અને હૃતિક રોશને ફિલ્મ "કહો ના પ્યાર કા" થી બૉલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, જે સુપરહિટ રહી હતી. આ ફિલ્મ પછી બંને બૉલિવૂડમાં સ્ટાર બન્યા. અમિષાએ તાજેતરમાં હૃતિક સાથેના તેના સંબંધ વિશે ખુલાસો કર્યો. તેણે હૃતિકની શરીર જાળવણી કરવાની ક્ષમતા વિશે એક રહસ્ય પણ શૅર કર્યું.
તેઓ ચાઈલડહૂડ ફ્રેન્ડ્સ છે
રણવીર અલ્હાબાદિયાના પોડકાસ્ટમાં, અમીષાએ કહ્યું, "અમે બાળપણના મિત્રો હતા, પરંતુ જ્યારે હું અભ્યાસ માટે અમેરિકા ગઈ, ત્યારે અમારો સંપર્ક તૂટી ગયો. પરંતુ અમે કૌટુંબિક કાર્યક્રમોમાં મળતા કારણ કે મારા પિતા અને રાકેશ અંકલ (રાકેશ રોશન) મિત્રો હતા."
ADVERTISEMENT
પોતાના શરીર પ્રત્યે પઝેસિવ
હૃતિક અને મારી વચ્ચે સારી સફર રહી છે. પણ હૃતિકને હંમેશા શંકા રહેતી હતી કે હું બૉલિવૂડમાં કામ કરી શકીશ કે નહીં. હૃતિક શરીરના દરેક ભાગની ડાયરી રાખે છે. તે દરરોજ લખે છે કે તેની સાથે શું ખોટું છે. જેથી જો તેને કાલે ડૉક્ટર પાસે જવું પડે, તો તેની પાસે શરીરના દરેક ભાગની સમસ્યા સાથે સંપૂર્ણ ડાયરી હોય. આ હજી પણ ચાલુ છે.
અમારા બંનેમાં એક વાત કૉમન છે
અમિષાએ કહ્યું, "અમારા બંનેમાં એક વાત સમાન છે કે જ્યારે આપણે અરીસામાં જોઈએ છીએ, ત્યારે આપણને આપણામાં ખામીઓ દેખાય છે. હું તેના ગમે તેટલા વખાણ કરું, તેને તેના શરીરમાં ખામીઓ દેખાઈજ છે. મારી સાથે પણ એવું જ બન્યું."
અમીષાએ આગળ કહ્યું, `અમને બંનેને વિશ્વાસ નહોતો કે અમે સક્સેસફૂલ બની શકીશું, પરંતુ તમને વિશ્વાસ નહીં આવે કે `કહો ના પ્યાર હૈ` ની રિલીઝ પહેલા પણ અમે ઘણી ફિલ્મો સાઇન કરી હતી કારણ કે લોકોએ અમારા બે પ્રતિભાશાળી કલાકારો વિશે સાંભળ્યું હતું.`
અમીષા પટેલે હાલમાં તેના એક ઇન્ટરવ્યુમાં બૉલિવૂડનાં કેટલાંક રહસ્યો પરથી પડદો ઉઠાવીને એની પોલ ખોલી હતી. અમીષાએ કહ્યું હતું કે ‘બૉલીવુડમાં ૯૦ ટકા સેલિબ્રિટીઓના સોશ્યલ મીડિયા ફૉલોઅર્સ ખરીદેલા હોય છે. એજન્સીઓ સેલિબ્રિટીનો સંપર્ક કરે છે અને મોટી રકમ માગે છે. સાથે જ એના બદલામાં તેઓ લાખો ફૉલોઅર્સ આપવાનું વચન આપે છે. એજન્સીએ અમારા બધાનો સંપર્ક કર્યો છે. ઘણી સેલિબ્રિટીઓનાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સના ફૉલોઅર્સનો મોટો હિસ્સો પેઇડ હોય છે. આ ઑર્ગેનિક ફૉલોઅર્સ નથી. મારી પાસે ઘણી વખત પૈસા માગવામાં આવ્યા છે, પરંતુ મેં હંમેશાં ના પાડી છે. મને મારા અસલી ચાહકો ગમે છે. હું નથી ઇચ્છતી કે લોકો મને એટલા માટે ફૉલો કરે કે મેં એના માટે પૈસા આપ્યા હોય. મારું સોશ્યલ મીડિયા અકાઉન્ટ રિયલ છે. હું ક્યારેય કોઈ ફોટોશૂટ પોસ્ટ નથી કરતી. મારો ફોટો જેવો હોય છે એવો જ અપલોડ કરું છું. મારી તસવીરોમાં પર્ફેક્ટ કમ્પોઝિશન, કૅપ્શન અને ફૉન્ટ યોગ્ય નથી હોતાં. હું ઇચ્છું છું કે હું જેવી છું એવી જ દેખાઉં. પહેલેથી કંઈ પ્લાન્ડ નથી હોતું.’

