Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભારત હવે નબળો દેશ નથી, આપણે મજબૂત અને શક્તિશાળી છીએ

ભારત હવે નબળો દેશ નથી, આપણે મજબૂત અને શક્તિશાળી છીએ

Published : 13 June, 2026 03:43 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમિતાભ બચ્ચને ઇન્ડિયા ઍન્ટી-ફ્રૅજાઇલ શબ્દપ્રયોગની પ્રશંસા કરીને એને દેશ માટે અત્યંત યોગ્ય ગણાવ્યો, અમિતાભ બચ્ચન પોતાના બ્લૉગના માધ્યમથી ફૅન્સ સાથે પોતાના વિચારો વ્યક્ત કરતા રહે છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


અમિતાભ બચ્ચન પોતાના બ્લૉગના માધ્યમથી ફૅન્સ સાથે પોતાના વિચારો વ્યક્ત કરતા રહે છે. હાલમાં અમિતાભે પોતાના બ્લૉગમાં દેશ વિશેના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું છે કે હવે વિશ્વ ભારતને નબળા અથવા સરળતાથી તૂટી પડતા દેશ તરીકે જોતું નથી. તેમણે ‘ઇન્ડિયા ઍન્ટી-ફ્રૅજાઇલ’ શબ્દપ્રયોગની પ્રશંસા કરીને એને દેશ માટે અત્યંત યોગ્ય ગણાવ્યો છે.
પોતાના બ્લૉગમાં અમિતાભે લખ્યું હતું, ‘મને એક ખૂબ જ સુંદર વાક્ય મળ્યું...‘ઇન્ડિયા ઍન્ટી-ફ્રૅજાઇલ’. આ ખરેખર અદ્ભુત છે. હવે ભારત નરમ અને નબળા દેશ તરીકે નથી ગણાતો. આપણે હવે નબળા નથી, નાજુક નથી, સરળતાથી તૂટી પડનારા નથી, સરળતાથી સમાપ્ત થઈ જનાર નથી અને સરળતાથી ડરી જનાર પણ નથી. આપણે મજબૂત છીએ, શક્તિશાળી છીએ. હવે દુનિયા આપણને નબળા દેશ તરીકે નથી જોતી. આપણું મસ્તક ગૌરવથી ઊંચું છે અને છાતી ગર્વથી ફૂલેલી છે.’


Whatsapp-channel Whatsapp-channel

13 June, 2026 03:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK