તેમણે આ અનુભવને ‘લાઇફટાઇમ’ અનુભવ ગણાવ્યો છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
અમિતાભ બચ્ચને હાલમાં ભારતીય નૌકાદળના વૉરશિપ INS વિશાખાપટનમની મુલાકાત લીધી હતી અને ત્યાં એક દિવસ પસાર કર્યો હતો. તેમણે પોતાના બ્લૉગમાં આ મુલાકાતનો પોતાનો અનુભવ શૅર કર્યો છે પણ એની પાછળના કોઈ પણ કારણની સ્પષ્ટતા નથી કરી જેને કારણે તેમની આ મુલાકાત ચર્ચાસ્પદ બની છે. અમિતાભે ગુરુવારે પોતાના બ્લૉગ પર જે અનુભવ શૅર કર્યો છે એમાં તેમણે ભારતીય સશસ્ત્ર દળો માટે ગર્વની લાગણી વ્યક્ત કરીને પ્રશંસા કરી છે. તેમણે આ અનુભવને ‘લાઇફટાઇમ’ અનુભવ ગણાવ્યો છે.
શું લખ્યું છે બ્લૉગમાં?
ADVERTISEMENT
તમે આપણી ફોર્સની શક્તિ વિશે સાંભળો... તમે આપણા સૈનિકોની શૌર્યની કથાઓ સાંભળો જે આપણા માટે પોતાના જીવનનો ત્યાગ કરે છે... તમે શોધો એ મહાકાય જહાજોને જે લડે છે અને જેથી તમે અને હું શાંતિથી ઊંઘી શકીએ છીએ.
તમે આપણા ફાઇટર પુરુષો અને મહિલાઓના સમર્પણ અને ઇચ્છાશક્તિ જોઈને આશ્ચર્ય અનુભવશો. જ્યારે તેઓ સતત યુનિફૉર્મ પહેરીને આપણી સુરક્ષા માટે સતત અસાધારણ પ્રયાસ કરે છે ત્યારે તેમના પ્રયાસોને કારણે તમે ઘરની સુખ-શાંતિમાં પાછા ફરો છો.
પછી તમે એ સમજો છો અને આપણા લડનારાં દળોના પુરુષો-મહિલાઓ માટેની બહાદુરી અને દેશ માટે તેમના અવિરત યોગદાનનું વર્ણન કરવા માટે શબ્દો ન હોવાની લાગણી અનુભવો છો.
હું આ દિવસ દરમ્યાન સૌથી વધુ શીખીને પાછો ફરું છું. મને લાગે છે કે ગઈ કાલથી આપણી ફોર્સની એવી બાબતો જાણવા મળી છે જેના વિશે કોઈ જાણતું નથી.
એક પ્રિડિક્શન...
• હું શીખી ગયો છું. હું જાણું છું. હું ગર્વ અનુભવું છું. એવું ઘણું જાણું છું જે સીક્રેટ છે.
• હું ભારતનો નાગરિક છું અને તેમને માટે પ્રશંસા અને ગર્વની લાગણી અનુભવું છું જેઓ અમારા માટે બધો ત્યાગ કરે છે. ભારત માતા કી જય!

