અનન્યા પાંડે અને અમેરિકન મૉડલ વૉકર બ્લૅન્કોની બે વર્ષ જૂની રિલેશનશિપનો અંત આવ્યો હોવાના અહેવાલ છે. બન્નેએ પરસ્પર સહમતીથી અલગ થવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.
અનન્યા પાંડે અને વૉકર બ્લૅન્કો
અનન્યા પાંડે અને ભૂતપૂર્વ અમેરિકન મૉડલ વૉકર બ્લૅન્કોની રિલેશનશિપનો બે વર્ષમાં અંત આવી ગયો હોવાના રિપોર્ટ છે. આ બન્નેના સંબંધની ચર્ચા સૌથી પહેલાં ૨૦૨૪માં શરૂ થઈ હતી. આ સમયે મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નસમારંભમાં અનન્યા અને વૉકર બ્લૅન્કો વચ્ચે નિકટતા જોવા મળી હતી. આ પછી બન્ને વચ્ચે રોમૅન્સ ચાલી રહ્યો હોવાના સમાચાર આવ્યા હતા. જોકે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે હવે તેમનું બ્રેકઅપ થઈ ગયું છે. મળતી માહિતી પ્રમાણે આ રિલેશનશિપનો અંત કરવાનો નિર્ણય ગયા અઠવાડિયે અનન્યાએ લીધો હતો. જોકે આ નિર્ણય પરસ્પર સહમતીથી લેવાયો હતો અને બન્ને વચ્ચે કોઈ પ્રકારની કડવાશ નથી. અનન્યા અને વૉકર બ્લૅન્કો હવે પોતાના જીવનમાં અલગ-અલગ આગળ વધી રહ્યાં હોવાનું કહેવાય છે. જોકે અત્યાર સુધી બન્નેમાંથી કોઈએ પણ આ બ્રેકઅપ વિશે સત્તાવાર નિવેદન આપ્યું નથી.
વૉકર બ્લૅન્કો પહેલાં અનન્યા ઍક્ટર આદિત્ય રૉય કપૂર સાથે રિલેશનશિપમાં હતી. આ બન્નેએ ૨૦૨૨માં ડેટિંગ શરૂ કર્યું હતું અને લગભગ બે વર્ષ બાદ ૨૦૨૪માં અલગ થઈ ગયા હતા. જોકે તેમણે પોતાનો સંબંધ ખાનગી રાખ્યો હતો અને જાહેરમાં ક્યારેય આ વાતનો સ્વીકાર કર્યો નહોતો.
