અનન્યા પાંડેએ કૉફી વિથ કરણમાં પોતાના રિલેશનશિપ સ્ટેટસનો કર્યો ખુલાસો.
અનન્યા પાંડે
અનન્યા પાંડે હાલમાં કરણ જોહરના ટૉક-શો ‘કૉફી વિથ કરણ’ની નવમી સીઝનમાં પણ જોવા મળી છે. આ એપિસોડમાં અનન્યા સાથે બિઝનેસવુમન અનન્યા બિરલા પણ જોવા મળી હતી. બુધવારે જિયોહૉટસ્ટાર પર આ એપિસોડ સ્ટ્રીમ થયો છે. આ એપિસોડમાં અનન્યાએ પોતાના રિલેશનશિપ સ્ટેટસ વિશે ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે તેને લાગે છે કે તેનો જન્મ જ લગ્ન કરવા માટે થયો છે.
સિંગલ છે. અનન્યાએ પોતાના રિલેશનશિપ સ્ટેટસ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે તે પોતાની અત્યારની સ્થિતિ વિશે વાત કરતાં અનન્યાએ કહ્યું હતું કે ‘મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આવું કહીશ, પણ હું સિંગલ રહીને ખરેખર ખૂબ ખુશ છું. જોકે મને લગ્નનો વિચાર ખૂબ પસંદ છે અને હું આખી જિંદગી એક જ વ્યક્તિ સાથે વિતાવવા ઇચ્છું છું. મને લાગે છે કે મારો જન્મ લગ્ન કરવા માટે જ થયો છે.’
