બર્થ-ડે પર અનન્યા પાંડેની લવ-લાઇફ પરથી પડદો ઊઠી ગયો, બૉયફ્રેન્ડે વિશ કરીને લખ્યું...
અનન્યા પાંડે
ગઈ કાલે અનન્યા પાંડેની ૨૬મી વર્ષગાંઠ હતી અને જન્મદિવસે તેનું રિલેશનશિપ સ્ટેટસ કન્ફર્મ થઈ ગયું હતું. અત્યાર સુધી એવી અફવા હતી કે ભૂતપૂર્વ મૉડલ વૉકર બ્લૅન્કો અને અનન્યા વચ્ચે કંઈક ચાલી રહ્યું છે, પણ ગઈ કાલે વૉકરની બર્થ-ડે વિશે બધું બદલી નાખ્યું છે. વૉકરે ઇન્સ્ટાગ્રામ પર અનન્યાનો ફોટો શૅર કરીને એની સાથે લખ્યું : હૅપી બર્થ-ડે બ્યુટીફુલ! યુ આર સો સ્પેશ્યલ. આઇ લવ યુ ઍની.
અનન્યાએ અનંત અંબાણીનાં લગ્નમાં વૉકરને પોતાના પાર્ટનર તરીકે ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો. વૉકર જામનગરમાં અનંત અંબાણીના પ્રોજેક્ટ ‘વનતારા’માં કામ કરે છે. તે પહેલાં અમેરિકામાં હતો અને ફૅશનની મોટી-મોટી બ્રૅન્ડ્સ માટે રૅમ્પ-વૉક કરી ચૂક્યો છે.