અનિલ કપૂર સાથે આ શરતે લગ્ન કરવા તૈયાર થઈ હતી સુનીતા
ફાઇલ તસવીર
ગેમ-શો ‘ઇન્ડિયાઝ ટૉપ 1 Percent : ધ અનિલ કપૂર શો’ના એક એપિસોડમાં એક સ્પર્ધક સાથે વાતચીત દરમ્યાન અનિલ કપૂરે પોતાના અંગત જીવન સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો શૅર કર્યો હતો. અનિલે જણાવ્યું કે તેની પત્ની સુનીતા કપૂર એકલી જ હનીમૂન પર ચાલી ગઈ હતી એટલું જ નહીં, લગ્ન પહેલાં સુનીતાએ અનિલ સામે તે ક્યારેય કિચનમાં કામ નહીં કરે એવી એક શરત પણ મૂકી હતી.
પત્ની સાથેના સંબંધોની વાત કરતાં અનિલે કહ્યું હતું કે ‘અમારા લગ્નજીવનની શરૂઆતમાં સુનીતા હનીમૂન પર એકલી જ ગઈ હતી, હું કોઈ કામમાં અટવાઈ ગયો હોવાથી તેની સાથે ગયો નહોતો. સુનીતા જ મારી રાણી છે અને હંમેશાં રહેશે. અમારાં લગ્ન થયાં ત્યારે સુનીતાએ એક શરત મૂકી હતી કે તે મારી સાથે તો જ લગ્ન કરશે જો તેને રસોડામાં ક્યારેય ન જવું પડે. તેની શરત સાંભળીને મેં વિચાર્યું કે મારે એટલી મહેનત કરવી પડશે અને એટલા સફળ થવું પડશે કે તેને રસોડામાં જવાની જરૂર જ ન પડે. મેં એ જવાબદારી ઉઠાવી અને આજ સુધી સુનીતા રસોડામાં નથી ગઈ.’
