Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કૅટરિના અને દીકરા વિહાનને એકસાથે જોઈને ખૂબ જ ઇમોશનલ થઈ જાઉં છું

કૅટરિના અને દીકરા વિહાનને એકસાથે જોઈને ખૂબ જ ઇમોશનલ થઈ જાઉં છું

Published : 06 October, 2026 01:47 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિકી કૌશલે પેરન્ટહુડ વિશે વાત કરતી વખતે પપ્પા બનવાના અનુભવને જાદુઈ ગણાવ્યો

વિકી કૌશલે પેરન્ટહુડ વિશે વાત કરી

વિકી કૌશલે પેરન્ટહુડ વિશે વાત કરી


વિકી કૌશલ હાલ પપ્પા બનવાનો આનંદ માણી રહ્યો છે. હાલમાં તેણે પેરન્ટહુડ વિશે વાત કરતી વખતે જણાવ્યું કે પપ્પા બન્યા બાદ જીવનને જોવાનો તેનો દૃષ્ટિકોણ ઘણો બદલાઈ ગયો છે. વિકીએ આ અનુભવને જાદુઈ ગણાવ્યો છે અને કહ્યું છે કે તે જ્યારે પત્ની કૅટરિના અને દીકરા વિહાનને એકસાથે જુએ છે ત્યારે ખૂબ જ ઇમોશનલ થઈ જાય છે.

વિકીએ પોતાની આ લાગણીની અભિવ્યક્તિ કરતાં કહ્યું હતું કે ‘પપ્પા બન્યા બાદ જીવનમાં આવેલા બદલાવને શબ્દોમાં વ્યક્ત કરવો સરળ નથી, પણ આ અનુભવે મને અંદર સુધી પ્રભાવિત કર્યો છે. આ એટલી જાદુઈ લાગણી છે કે એને સંપૂર્ણ રીતે શબ્દોમાં સમજાવવી મુશ્કેલ છે. બાળકનું પહેલી વાર ખડખડાટ હસવું, તેનું હાસ્ય, નવા હાવભાવ અને અલગ-અલગ હરકતો જોવી મારા માટે ખૂબ જ ખાસ અનુભવ રહ્યો છે. છેલ્લા ૧૦ મહિનામાં મને એવી ઘણી ક્ષણો મળી છે જ્યારે મને લાગ્યું કે આ જ જીવનની સંપૂર્ણ ખુશી છે અને હવે મને બીજું કંઈ જ જોઈતું નથી. જ્યારે કૅટરિનાના ચહેરા પરની ખુશી અને હસતો દીકરો એકસાથે નજર સામે આવે છે ત્યારે મને મન થાય છે કે આ ક્ષણને ત્યાં જ રોકી દઉં અને એને વધારે સમય સુધી જીવું. હવે મારે માત્ર પોતાની વાતો પર જ નહીં, મારા કામ અને વર્તન પર પણ ધ્યાન આપવું પડે છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2026 01:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK