Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનુપમ ખેરે દિલ્હીમાં શરૂ કરી ઍક્ટિંગ સ્કૂલ

અનુપમ ખેરે દિલ્હીમાં શરૂ કરી ઍક્ટિંગ સ્કૂલ

Published : 04 February, 2026 11:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હીના સફદરજંગ એન્કલેવમાં પોતાની ઍક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ ‘ઍક્ટર પ્રિપેર્સ’નું નવું સેન્ટર શરૂ કર્યું છે

અનુપમ ખેરના નજીકના મિત્ર બમન ઈરાનીએ નવા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું

અનુપમ ખેરના નજીકના મિત્ર બમન ઈરાનીએ નવા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું


અનુપમ ખેરે દિલ્હીના સફદરજંગ એન્કલેવમાં પોતાની ઍક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ ‘ઍક્ટર પ્રિપેર્સ’નું નવું સેન્ટર શરૂ કર્યું છે. આના કારણે હવે દિલ્હી-NCRના યુવાન કલાકારોને હવે મુંબઈ જવાની જરૂર રહેશે નહીં અને તેઓ વર્લ્ડ-ક્લાસ અભિનયની તાલીમ પોતાના શહેરમાં જ મેળવી શકશે. અનુપમ ખેરની આ ઇન્સ્ટિટ્યૂટ મુંબઈમાં ૨૦૦૫થી ચાલી રહી છે અને એણે દીપિકા પાદુકોણ, કિઆરા અડવાણી, વરુણ ધવન, હૃતિક રોશન જેવા અનેક સુપરસ્ટાર્સને નિખાર્યા છે. હવે દિલ્હીમાં પણ આ જ સફર ચાલુ થઈ છે. આ પ્રસંગે અનુપમ ખેરે યુવાનોને સલાહ પણ આપી કે સ્માર્ટફોનથી રીલ બનાવો અને રાહ ન જુઓ.

આ નવા સેન્ટરનું ઉદ્ઘાટન કરતાં અનુપમ ખેરના નજીકના મિત્ર બમન ઈરાનીએ રિબન કાપીને અને નારિયેળ ફોડીને શુભારંભ કર્યો હતો. અનુપમ ખેરે ઉદ્ઘાટન વખતે ભાવુક થઈને કહ્યું કે ‘રાજધાની હવે સાહસ અને કલાનું ઘર બની ગઈ છે. એક એવી જગ્યા જ્યાં પ્રતિભાને નિખારવામાં આવે છે, કમજોરી તાકાત બને છે અને સપનાંઓને ઈમાનદારી તથા અનુશાસન સાથે નિખારવામાં આવે છે. જો ઍક્ટિંગ તમારું સપનું છે જેને તમે અત્યાર સુધી ટાળી રહ્યા છો, તો આ તમારી પળ છે.’


Whatsapp-channel Whatsapp-channel

04 February, 2026 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK