જટાયુનો રોલ કરવાના પોતાના અનુભવને જણાવતાં અનુપમ ખેરે કહ્યું હતું કે ‘જટાયુના પાત્રની લાગણીઓને પોતાના અવાજમાં ઉતારવાનું મારા માટે ખૂબ પડકારજનક હતું. સામાન્ય રીતે ડબિંગ કરતી વખતે કલાકાર પાસે અગાઉથી થયેલા અભિનયનો સંદર્ભ હોય છે.
અનુપમ ખેર
‘રામાયણ’માં જટાયુના પાત્રને જીવંત બનાવવા માટે અભિનેતા અનુપમ ખેરે ખૂબ મહેનત કરી હતી. ફિલ્મમાં તેમણે વિશાળ પક્ષીરાજ જટાયુના પાત્રને પોતાનો અવાજ આપ્યો છે. હવે અનુપમ ખેરે ખુલાસો કર્યો છે કે જટાયુના અંતિમ સંવાદ ‘હે રામ’ને યોગ્ય અંદાજમાં બોલવા માટે તેમણે આશરે ૨૦૦ વાર રિહર્સલ કર્યું હતું.
જટાયુનો રોલ કરવાના પોતાના અનુભવને જણાવતાં અનુપમ ખેરે કહ્યું હતું કે ‘જટાયુના પાત્રની લાગણીઓને પોતાના અવાજમાં ઉતારવાનું મારા માટે ખૂબ પડકારજનક હતું. સામાન્ય રીતે ડબિંગ કરતી વખતે કલાકાર પાસે અગાઉથી થયેલા અભિનયનો સંદર્ભ હોય છે, પણ આ ફિલ્મમાં એવું નહોતું. ફિલ્મમાં જટાયુ છેલ્લે જે ‘હે રામ’ સંવાદ બોલે છે એને બોલવા માટે મેં ઓછામાં ઓછો ૨૦૦ વાર પ્રયાસ કર્યો હશે. આ એક નાનો સંવાદ છે જે દરેકે સાંભળ્યો છે અને બોલ્યો પણ છે, પણ એ દૃશ્યને અનુરૂપ અવાજ અને બોલવાની રીત એકદમ યોગ્ય હોવી જરૂરી હતી. આ દૃશ્યને પ્રભાવશાળી બનાવવા માટે જટાયુની શારીરિક અને ભાવનાત્મક સ્થિતિ સમજવી પણ જરૂરી હતી. જટાયુ એક બહાદુર અને વૃદ્ધ પક્ષી છે જે મૃત્યુની નજીક છે. કેટલીક ક્ષણો એવી હોય છે જેમાં કલાકારે પોતાનો સંપૂર્ણ આત્મા અને હૃદય લગાવી દેવું પડે છે.’
