માર્ચમાં યોજાનારી રામાયણની ભવ્ય ઇવેન્ટની તૈયારી માટે સોશ્યલ મીડિયાથી દૂર રહેશે
એ. આર. રહમાન
સંગીતકાર એ. આર. રહમાને આગામી ૪૦ દિવસ માટે ડિજિટલ ડીટૉક્સ કરવાનો નિર્ણય લીધો છે. ચેન્નઈમાં યોજાયેલી એક લાઇવ કૉન્સર્ટ દરમ્યાન એ. આર. રહમાને જણાવ્યું હતું કે માર્ચમાં યોજાનારી ‘રામાયણ’ની ભવ્ય ઇવેન્ટની તૈયારી માટે તે સોશ્યલ મીડિયાથી દૂર રહેશે અને પોતાને સંપૂર્ણ રીતે કામમાં સમર્પિત કરશે.
નમિત મલ્હોત્રા અને નીતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ માટે માર્ચમાં એક વિશેષ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફિલ્મની કાસ્ટ અને ટેક્નિકલ ટીમને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. ચેન્નઈની કૉન્સર્ટ દરમ્યાન એ. આર. રહમાને કહ્યું કે આ ઇવેન્ટની ડેડલાઇન નજીક હોવાથી તેણે સોશ્યલ મીડિયાને છોડીને કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
રિપોર્ટ પ્રમાણે ‘રામાયણ’ની ઇવેન્ટ ફિલ્મ માટે એક મોટો મંચ બનશે, જ્યાં તમામ કલાકારો અને ટેક્નિશ્યનોનાં નામ જાહેર થશે. આ રીતે ‘રામાયણ’ને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને એ. આર. રહમાનનું ડિજિટલ ડીટૉક્સ પણ આ મહાપ્રોજેક્ટની સિરિયસ તૈયારીનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે.
