Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અરિજિત સિંહ આવતા વર્ષે ઇન્ડિયા ટૂરમાં યોજશે ૯ શહેરોમાં કૉન્સર્ટ

અરિજિત સિંહ આવતા વર્ષે ઇન્ડિયા ટૂરમાં યોજશે ૯ શહેરોમાં કૉન્સર્ટ

Published : 06 October, 2026 02:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અરિજિત સિંહના આ પ્રવાસ દરમ્યાન અમદાવાદ, ચંડીગઢ, જયપુર, મુંબઈ, બૅન્ગલોર, નવી દિલ્હી, પુણે, ઇન્દોર અને હૈદરાબાદમાં કૉન્સર્ટ કરશે

અરિજિત સિંહ

અરિજિત સિંહ


અરિજિત સિંહે આવતા વર્ષ માટે પોતાની ‘ઇન્ડિયા ટૂર’ની જાહેરાત કરી છે. સંગીતક્ષેત્રે પોતાની કારકિર્દીનાં ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે અરિજિત દેશનાં ૯ શહેરોમાં સ્ટેડિયમ સ્તરની કૉન્સર્ટ કરશે. આ પ્રવાસ જાન્યુઆરીથી મે સુધી ચાલશે. કૉન્સર્ટમાં અરિજિત સિંહનાં ‘અગર તુમ સાથ હો’, ‘તુમ હી હો’, ‘વિદા કરો’ સહિત અનેક લોકપ્રિય ગીતો લાઇવ રજૂ કરવામાં આવશે.

અરિજિત સિંહે આ વર્ષે જાન્યુઆરીમાં પ્લેબૅક સિન્ગિંગમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેણે કહ્યું હતું કે હવે તે કલાકાર તરીકે પોતાની સર્જનાત્મક સફરને વધુ વિસ્તારવા માગે છે.



અરિજિત સિંહના આ પ્રવાસ દરમ્યાન અમદાવાદ, ચંડીગઢ, જયપુર, મુંબઈ, બૅન્ગલોર, નવી દિલ્હી, પુણે, ઇન્દોર અને હૈદરાબાદમાં કૉન્સર્ટ કરશે. આ તમામ કૉન્સર્ટ સ્ટેડિયમ સ્તરની હશે જેથી મોટી સંખ્યામાં ચાહકો અરિજિતને લાઇવ સાંભળી અને નજીકથી જોઈ શકે. કૉન્સર્ટ માટે ખાસ મલ્ટિ-લેવલ સ્ટેજ તૈયાર કરવામાં આવશે. સ્ટેજ પરથી એક લાંબો રૅમ્પ સીધો દર્શકોની વચ્ચે જશે જેથી અરિજિત સિંહ ચાહકોની વધુ નજીક રહીને પર્ફોર્મ કરી શકે.


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2026 02:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK