Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > "હવે હું સિંગલ છું...": મલાઈકા અરોરા સાથેના બ્રેકઅપ પર અર્જુન કપૂરે કહી આવી વાત, જુઓ વીડિયો

"હવે હું સિંગલ છું...": મલાઈકા અરોરા સાથેના બ્રેકઅપ પર અર્જુન કપૂરે કહી આવી વાત, જુઓ વીડિયો

Published : 29 October, 2024 03:06 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Arjun Kapoor Speaks on Breakup with Malaika Arora: અભિનેતાએ ગયા સોમવારે મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેની દિવાળી પાર્ટીમાં `સિંઘમ અગેન`ની સ્ટારકાસ્ટ સાથે હાજરી આપી હતી. આ સમય દરમિયાન, તેણે એક પત્ર આપીને પોતાના બ્રેકઅપની પુષ્ટિ કરી છે.

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર (તસવીર: મિડ-ડે)

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર (તસવીર: મિડ-ડે)


બૉલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા અને અભિનેતા અર્જુન કપૂર રિલેશનમાં (Arjun Kapoor Speaks on Breakup with Malaika Arora) હોવાની જોરદાર ચર્ચા હતી. મલાઈકા અને અર્જુન રિલેશનમાં હોવાને લઈને બન્નેના અવારનવાર કોઈ સમાચાર આવતા હતા, જોકે બન્નેનું બ્રેકઅપ થયું હોવાની પણ અફવા સોશિયલ મીડિયા પર શરૂ થઈ હતી અને હવે બન્ને સાથે નથી એવો અટકળો તેમના ચાહકો વચ્ચે શરૂ થયો છે. આ બધી અફવાઓ વચ્ચે તાજેતરમાં અર્જુન કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અર્જુને મલાઈકા સાથેના બ્રેકઅપ બાબતે ચર્ચા કરી હતી.


મલાઈકા અરોરા છેલ્લા ઘણા સમયથી હેડલાઈન્સમાં છે. ઘણા મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પર ઘણા સમયથી ચર્ચા થઈ રહી હતી કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ (Arjun Kapoor Speaks on Breakup with Malaika Arora) થઈ ગયું છે. તેઓ બન્ને લાંબા સમયથી સાથે જોવા મળ્યા નથી, ત્યારબાદ એવી ચર્ચા હતી કે લાંબા સમયથી ડેટ કરી રહેલા અર્જુન કપૂર અને મલાઈકા અરોરા હવે સાથે નથી. લાંબા સમયથી ચર્ચાઓ બાદ હવે અર્જુન કપૂરે આખરે મલાઈકા અરોરા સાથેના બ્રેકઅપ પર પોતાનું મૌન તોડ્યું છે. અભિનેતાએ ગયા સોમવારે મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેની દિવાળી પાર્ટીમાં `સિંઘમ અગેન`ની સ્ટારકાસ્ટ સાથે હાજરી આપી હતી. આ સમય દરમિયાન, તેણે એક પત્ર આપીને પોતાના બ્રેકઅપની પુષ્ટિ કરી છે.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)


રાજ ઠાકરેની આ દિવાળી પાર્ટીમાં `સિંઘમ અગેન`ની (Arjun Kapoor Speaks on Breakup with Malaika Arora) સ્ટારકાસ્ટ સાથે હાજરી આપનાર અર્જુન કપૂરનો એક વીડિયો હવે સામે આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લોકો અર્જુન કપૂર સામે કેટલાક લોકો મલાઈકાના નામની બૂમો પાડી રહ્યા છે, જેએનઆઇએસ સામે અર્જુન કહે છે કે “અત્યારે હું સિંગલ છું. આરામ કરો. આ વીડિયોમાં અર્જુને પોતાના લગ્ન વિશે પણ વાત કરતો જોવા મળી રહ્યો છે.


આ વર્ષની શરૂઆતમાં એક અહેવાલમાં જણાવ્યાં મુજબ એક સૂત્રએ કહ્યું હતું કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા (Arjun Kapoor Speaks on Breakup with Malaika Arora) હવે સાથે નથી, પણ તેઓ બન્નેની વચ્ચે આજે પણ ખૂબ જ ખાસ સંબંધ છે, પરંતુ હવે તેઓ અલગ થઈ ગયા છે. આ પૂર્વ અર્જુન અને મલાઈકાએ વર્ષ 2018માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. અરબાઝ ખાનથી છૂટાછેડા થયા ત્યારબાદ જ , મલાઈકા તેના કરતા 12 વર્ષ નાના અર્જુન કપૂરને ડેટ કરી રહી હતી, પરંતુ હવે બન્નેએ તેમના લાંબા સમયના સંબંધોનો અંત લાવી દીધો છે.

રોહિત શેટ્ટી દ્વારા ડિરેક્ટ કરેલી ફિલ્મ `સિંઘમ અગેન`નું ટ્રેલર 7 ઑક્ટોબરે રિલીઝ થયું હતું. આ ફિલ્મમાં અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, કરીના કપૂર, રણવીર સિંહ, અર્જુન કપૂર (Arjun Kapoor Speaks on Breakup with Malaika Arora) અને ટાઈગર શ્રોફ જેવા સ્ટાર્સની ઝલક પણ જોવા મળી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

29 October, 2024 03:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK