Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ આર્ટિસ્ટ છે આર્યન ખાનની નવી ગર્લફ્રેન્ડ?

આ આર્ટિસ્ટ છે આર્યન ખાનની નવી ગર્લફ્રેન્ડ?

Published : 31 July, 2026 09:26 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લંડનના કસીનોમાં આર્યન ખાન એક યુવતી સાથે જોવા મળતો વિડિયો વાઇરલ થયો છે. યુવતીની ઓળખ વિની ટકાયર તરીકે થઈ રહી છે, જેના પગલે બન્નેના ડેટિંગની અટકળોએ જોર પકડ્યું છે.

વિની ટાક્યાર અને આર્યન ખાન

વિની ટાક્યાર અને આર્યન ખાન


શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનનો એક વિડિયો હાલ સોશ્યલ મીડિયા પર ઝડપથી ચર્ચામાં આવી ગયો છે. વિડિયોમાં આર્યન લંડનના એક કસીનોમાં સમય પસાર કરતો જોવા મળે છે અને તેની સાથે એક સુંદર યુવતી પણ છે. આ વિડિયો વાઇરલ થયા બાદ અનેક લોકો આર્યન અને આ યુવતી વચ્ચે ડેટિંગ હોવાની અટકળો લગાવી રહ્યા છે. સોશ્યલ મીડિયા યુઝર્સે આ યુવતીની ઓળખ વિની ટકાયર તરીકે કરી છે અને તે એક આર્ટિસ્ટ છે. વિની પોતાની સ્ટાઇલિશ તસવીરોને કારણે સોશ્યલ મીડિયા પર પણ સારી લોકપ્રિયતા ધરાવે છે. આ વિડિયો જાહેર થયા બાદ અનેક ફૅન્સે નોંધ્યું કે આર્યન અને વિની સોશ્યલ મીડિયામાં એકબીજાને ફૉલો કરે છે અને અગાઉથી જ એકબીજાને ઓળખે છે.

આર્યન ખાનની બ્રાઝિલિયન મૉડલ સાથેની રિલેશનશિપ પણ ચર્ચામાં



આર્યન ખાને ‘The Ba***ds of Bollywood’થી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું હતું ત્યારે તેની ગર્લફ્રેન્ડ તરીકે લૅરિસા બોનેસીના નામની પણ ચર્ચા હતી. બ્રાઝિલમાં જન્મેલી લૅરિસા એક મૉડલ અને અભિનેત્રી છે. તેણે હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. 
તેણે અક્ષયકુમાર અને જૉન એબ્રાહમની ફિલ્મ ‘દેશી બૉય્ઝ’ના ગીત ‘સુબહ હોને ન દે’માં ડાન્સર તરીકે કામ કર્યું હતું. લૅરિસાએ સૈફ અલી ખાનની ફિલ્મ ‘ગો ગોવા ગૉન’માં નાની ભૂમિકા ભજવી હતી. ગયા વર્ષે તે અને આર્યન મુંબઈમાં એક પાર્ટીમાં અન્ય સેલિબ્રિટીઓ સાથે નવું વર્ષ ઊજવતાં જોવા મળ્યાં હતાં અને ત્યારથી તેમની રિલેશનશિપની ચર્ચા ચાલી રહી છે.


 


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2026 09:26 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK