એવી ચર્ચા છે કે આ ફિલ્મની પ્રેરણા લતા મંગેશકર અને આશા ભોસલેના જીવન અને તેમના સંબંધ પરથી લેવાઈ છે
૧૯૯૭માં રિલીઝ થયેલી ‘સાઝ’ એક સંગીત આધારિત ફિલ્મ છે જેને સઈ પરાંજપેએ ડિરેક્ટ કરી હતી
૧૯૯૭માં રિલીઝ થયેલી ‘સાઝ’ એક સંગીત આધારિત ફિલ્મ છે જેને સઈ પરાંજપેએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં શબાના આઝમી અને અરુણા ઈરાની જોવા મળ્યાં હતાં. આ ફિલ્મની વાર્તા બે બહેનની છે જેઓ બન્ને ગાયિકા બનવા માગે છે અને સંગીતજગતમાં પોતાની ઓળખ બનાવવા માટે સંઘર્ષ કરે છે. એવી ચર્ચા છે કે આ ફિલ્મની પ્રેરણા લતા મંગેશકર અને આશા ભોસલેના જીવન અને તેમના સંબંધ પરથી લેવાઈ છે. જોકે ફિલ્મના નિર્માતાઓએ ક્યારેય સત્તાવાર રીતે સ્વીકાર્યું નથી કે ‘સાઝ’ સીધી રીતે લતા અને આશાના જીવન પર આધારિત છે. જોકે આ ફિલ્મ જોઈને દર્શકોને લતા મંગેશકર અને આશા ભોસલેના સંબંધો જ યાદ આવ્યા હતા. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે બન્ને બહેનોમાં પ્રેમ હોવા છતાં વ્યાવસાયિક સ્પર્ધા અને પરિસ્થિતિઓને કારણે સંબંધોમાં તણાવ આવે છે.
જોકે આ ફિલ્મ વિશે પ્રતિક્રિયા આપતાં આશા ભોસલેએ એક વાર કહ્યું હતું કે ‘લાંબી ચોટલીવાળી બે સ્ત્રીને લેવી તેમ જ એકને સાડી અને બીજીને ફ્રૉકમાં બતાવવી... આટલાથી ફિલ્મ લતા અને આશાની ફિલ્મ નથી બનતી.’
