Ashish Chanchlani and Elli AvrRam photo viral on social media: તાજેતરમાં જ એલી અવરામ અને આશિષ ચંચલાનીનો એક ફોટો વાયરલ થયો, જેના પછી તેમના રિલેશનશિપ વિશે ચર્ચાઓ શરૂ થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આશિષ અને એલી અવરામ એકબીજાને ડેટ કરી રહ્યા છે.
એલી અવરામ અને આશિષ ચંચલાનીનો વાયરલ ફોટો (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
તાજેતરમાં જ એલી અવરામ અને આશિષ ચંચલાનીનો એક ફોટો વાયરલ થયો હતો, જેના પછી તેમના રિલેશનશિપ વિશે ચર્ચાઓ શરૂ થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આશિષ અને એલી અવરામ એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે બંનેએ એક નવો વીડિયો શૅર કર્યો છે, જેમાં આશિષ ચંચલાની પોતાને એલી અવરામનો સ્પોટ બોય ગણાવી રહ્યો છે અને તેને પુલ પરથી ધક્કો મારવાની વાત કરી રહ્યો છે.
વીડિયો વાયરલ
આશિષ ચંચલાની અને એલી અવરામનો આ નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, અને તેનાથી તેમના રિલેશનશિપની ચર્ચાઓ વધુ તેજ થઈ ગઈ છે. જો કે, બંનેએ હજી સુધી આ વિશે ખુલીને કંઈ કહ્યું નથી.
આશિષ ચંચલાનીએ એલી અવરામને પુલ પરથી ધક્કો મારવા વિશે કહ્યું
એલી અવરામ અને આશિષ ચંચલાનીએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શૅર કર્યો. તેમણે લખ્યું, `ફાઇનલી, અમે તમને કહેવાની રાહ જોઈ રહ્યા હતા...` વીડિયોમાં, આશિષ એલીને પૂછે છે, `બધું બરાબર છે મેડમ?` પછી તે પોતાનો પરિચય આપે છે અને પોતાને એલી અવરામનો સ્પોટ બોય કહે છે. આ પછી, આશિષ કહે છે, `જો તમને કંઈપણની જરૂર હોય, તો કૃપા કરીને મને જણાવો.`
ADVERTISEMENT
View this post on Instagram
ફૅન્સ મૂંઝવણમાં મુકાઈ ગયા, શું આ કોઈ નવી વેબ સિરીઝનું પ્રમોશન છે?
પછી એલી અવરામ આશિષ ચંચલાનીને પોતાની ટોપી ઠીક કરવા કહે છે. આ વાત પર, આશિષ મજાકમાં કહે છે, `હા મેડમ. શું હું તમને પુલ પરથી ધક્કો મારી શકું?` આ પછી, બંને જોરથી હસવા લાગે છે. ચાહકો હજી પણ સમજી શકતા નથી કે એલી અવરામ અને આશિષ ચંચલાની ખરેખર કોઈ સંબંધમાં છે કે આ કોઈ પ્રોજેક્ટનો ભાગ છે. જો કે, એલી અને આશિષ દ્વારા શૅર કરાયેલા આ વીડિયો પર ઘણી ટિપ્પણીઓ આવી છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તેમની આગામી વેબ સિરીઝ, જેનું નામ એકાકી છે, તેને પ્રમોટ કરવા માટે એક મજાક છે. આશિષ ચંચલાની અને એલી અવરામનો આ નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, અને તેનાથી તેમના રિલેશનશિપની ચર્ચાઓ વધુ તેજ થઈ ગઈ છે. જો કે, બંનેએ હજી સુધી આ વિશે ખુલીને કંઈ કહ્યું નથી.
ફૅન્સની પ્રતિક્રિયા
પોસ્ટ પર કમેન્ટ કરીને ચાહકો મજા માણી રહ્યા છે. એક યુઝરે રેડ હાર્ટ ઇમોજી સાથે કમેન્ટ સેકશનમાં લખ્યું, "ભૈયા ભાભી". બીજાએ લખ્યું, "પ્યારી જોડી". તે જ સમયે, કેટલાક લોકો માને છે કે બંને એક વ્યાવસાયિક પ્રોજેક્ટ માટે સાથે આવી રહ્યા છે. ત્રીજાએ કમેન્ટ કરી, "અબ બતા દો ગીત કા નામ?" તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2025 માં તેમના ડેટિંગ વિશે અફવા ફેલાઈ હતી, જ્યારે બંને એલે લિસ્ટ 2025 ઇવેન્ટમાં હાજરી આપી હતી.

