Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > OTT જંક્શન: ઢિંઢોરા 2, ધ વનઃ ફોર્સ ઓફ ધ ફૉરેસ્ટ અને 418

OTT જંક્શન: ઢિંઢોરા 2, ધ વનઃ ફોર્સ ઓફ ધ ફૉરેસ્ટ અને 418

Published : 25 November, 2026 07:32 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મમાં રહસ્ય, ડર અને રોમાંચનો અનુભવ જોવા મળશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.

ધ વનઃ ફોર્સ ઓફ ધ ફૉરેસ્ટ 418 અને ઢિંઢોરા 2

ધ વનઃ ફોર્સ ઓફ ધ ફૉરેસ્ટ 418 અને ઢિંઢોરા 2


ભુવન બામ અભિનીત લોકપ્રિય કૉમેડી શો ‘ઢિંઢોરા’ એની બીજી સીઝન સાથે પાછો ફર્યો છે. આ સીઝનમાં ટીટુમામા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તે પોતાનું દેવું ચૂકવવા અને સાસરિયાં સાથેના બગડેલા સંબંધો સુધારવાનો પ્રયાસ કરે છે. જોકે અચાનક ખજાનાની શોધ તેના પ્લાનમાં વિઘ્ન ઊભું કરે છે. બબલુજી, જાનકી, સમીર અને બાંછો સાથે ટીટુ અનેક મુશ્કેલ સાહસોમાં ફસાઈ જાય છે. આ કૉમેડી શો નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહ્યો છે.

થિયેટરોમાં રિલીઝ થયા બાદ ‘ધ વન : ફોર્સ ઑફ ધ ફૉરેસ્ટ’ હવે OTT પર આવી છે. ‘ધ વન : ફોર્સ ઑફ ધ ફૉરેસ્ટ’ની વાર્તા બિહારના દેવાંચલ ગામમાં રહેતા રિશી (સિદ્ધાર્થ મલ્હોત્રા)ની આસપાસ ફરે છે. રિશી પોતાની પત્ની મમતા (તમન્ના ભાટિયા) સાથે પૈતૃક ગામ પાછો ફરે છે. ગામની નજીક આવેલા જંગલને વનદેવીનું પવિત્ર સ્થાન માનવામાં આવે છે જ્યાં સૂર્યાસ્ત પછી પ્રવેશવાની મનાઈ છે. જોકે રિશી જંગલના નિયમોનો ભંગ કરતાં અજાણતાં જ એક પ્રાચીન દુષ્ટશક્તિને જાગૃત કરી દે છે. ત્યાર બાદ ગામમાં રહસ્યમય ઘટનાઓ બનવા લાગે છે. આ દરમ્યાન રિશીને પોતાના ભૂતકાળ અને વનદેવી સાથેના સંબંધ વિશે જાણવા મળે છે. હવે તેણે ગામને દુષ્ટ શક્તિઓથી બચાવવાનું છે. હાલમાં આ ફિલ્મ પ્રાઇમ વિડિયો પર દેખાડવામાં આવી રહી છે.



‘સાલાર’ અને ‘KGF’ના ફિલ્મમેકર પ્રશાંત નીલની ‘418’ એક સુપરનૅચરલ હૉરર થ્રિલર ફિલ્મ છે જેની વાર્તા એક ગામ અને ત્યાં આવેલી મેડિકલ કૉલેજની રહસ્યમય ઇમારતની આસપાસ ફરે છે. આ ઇમારતને ૧૫ વર્ષ પહેલાં કેટલીક અજાણી અને ભયાનક ઘટનાઓને કારણે સીલ કરી દેવામાં આવી હતી. લાંબા સમય બાદ સ્થાનિક લોકોના વિરોધ છતાં જ્યારે ઇમારત ફરી ખોલવામાં આવે છે ત્યારે ત્યાં વિચિત્ર ઘટનાઓ બનવા લાગે છે. ઇમારતની અંદર છુપાયેલાં રહસ્યો ધીમે-ધીમે બહાર આવવા લાગે છે. આ ઘટનાઓ પાછળનું સત્ય શોધવાની કોશિશ કરતાં પાત્રોનો સામનો ભયાનક અને અલૌકિક શક્તિઓ સાથે થાય છે. ફિલ્મમાં રહસ્ય, ડર અને રોમાંચનો અનુભવ જોવા મળશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2026 07:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK