સલમાન ખાનને હોસ્ટ તરીકે ચમકાવતા ‘બિગ બૉસ 19’નું પ્રીમિયર ૨૪ ઑગસ્ટે યોજાવાનું છે ત્યારે ચર્ચા છે કે આ વખતે રિયલિટી શોમાં અમેરિકાના વિશ્વવિખ્યાત ભૂતપૂર્વ બૉક્સર માઇક ટાયસન મહેમાન તરીકે જોવા મળી શકે છે.
ગઈ કાલે ફિલ્મસિટીમાં ‘બિગ બૉસ 19’ના સેટ પર સલમાન ખાન. તસવીર: નિમેશ દવે
સલમાન ખાનને હોસ્ટ તરીકે ચમકાવતા ‘બિગ બૉસ 19’નું પ્રીમિયર ૨૪ ઑગસ્ટે યોજાવાનું છે ત્યારે ચર્ચા છે કે આ વખતે રિયલિટી શોમાં અમેરિકાના વિશ્વવિખ્યાત ભૂતપૂર્વ બૉક્સર માઇક ટાયસન મહેમાન તરીકે જોવા મળી શકે છે. રિપોર્ટ પ્રમાણે નિર્માતાઓ માઇક ટાયસન અને તેની ટીમ સાથે ફી વિશે વાટાઘાટ કરી રહ્યા છે. જો બધું પ્લાનિંગ મુજબ થશે તો માઇક ટાયસન ઑક્ટોબરમાં એક અઠવાડિયા કે ૧૦ દિવસ માટે ‘બિગ બૉસ’ના ઘરમાં પ્રવેશી શકે છે. જોકે એની તારીખ હજી નક્કી થવાની બાકી છે, પણ માઇક ટાયસન સ્પર્ધક તરીકે નહીં, મહેમાન તરીકે શોમાં જોડાશે.
આ શો ૨૪ ઑગસ્ટે રાતે ૯ વાગ્યે જિયો હૉટસ્ટાર પર અને ૧૦.૩૦ વાગ્યે કલર્સ ટીવી પર પ્રસારિત થશે. શોની અવધિ ૨૦-૨૨ અઠવાડિયાં સુધીની હોઈ શકે છે, જે અગાઉની સીઝન્સ કરતાં લાંબી હશે. માઇક ટાયસનના નામની ચર્ચા અગાઉ ૨૦૧૧માં ‘બિગ બૉસ 5’ માટે થઈ હતી પણ એ સમયે તેની એન્ટ્રી શક્ય નહોતી બની.

