રોહિત શર્માની સૌથી મોટી તાકાત પ્લેયર્સ સાથે ઇમોશનલી જોડાવાની ક્ષમતા છે: દ્રવિડ
રોહિત શર્માની સૌથી મોટી તાકાત પ્લેયર્સ સાથે ઇમોશનલી જોડાવાની ક્ષમતા છે: દ્રવિડ
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ રાહુલ દ્રવિડે ભારતના T20 વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન રોહિત શર્માની નેતૃત્વ-ક્ષમતાની પ્રશંસા કરી છે. ભૂતપૂર્વ ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિનના પૉડકાસ્ટમાં તેણે કહ્યું કે ‘મારા કોચિંગકાળમાં રોહિત શર્મા સૌપ્રથમ ટીમની ખૂબ કાળજી રાખતો હતો અને તે પહેલા દિવસથી જ ખૂબ સ્પષ્ટ હતો કે તે ટીમ કેવી રીતે ચલાવવા માગે છે અને તેના માટે શું મહત્ત્વનું છે. કૅપ્ટન અને કોચ સાથેના કોઈ પણ સંબંધમાં તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.’
રાહુલે વધુમાં કહ્યું કે ‘તે ટીમ પાસેથી શું ઇચ્છે છે, તે કેવા પ્રકારનું વાતાવરણ ઇચ્છે છે, તે વસ્તુઓ કેવી રીતે ચલાવવા માગે છે એ વિશે ખૂબ જ સ્પષ્ટ હતો. મને લાગે છે કે તેની પાસે વર્ષોથી ઘણો અનુભવ હતો જેનાથી તેને ખરેખર મદદ મળી. તે આ બાબતો વિશે ખૂબ જ સ્પષ્ટ હતો. મને બીજા બધા કરતાં તેની સાથે કામ કરવાની ખરેખર મજા આવી. તેની સૌથી મોટી તાકાત પ્લેયર્સ સાથે ઇમોશનલ રીતે જોડાવાની તેની ક્ષમતા છે.’
ADVERTISEMENT
૨૦૨૩ વન-ડે વર્લ્ડ કપ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામેની હાર બાદ કોચપદ છોડવાનું વિચારી રહેલા રાહુલને કૅપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2024 સુધી કોચિંગ આપવા મનાવી લીધો હતો.

