હાલમાં બૉબી દેઓલ પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં સતત આગળ વધી રહ્યો છે. ‘ઍનિમલ’માં બૉબીની ઍક્ટિંગ બધાને ગમી હતી અને એ પછી તે વેબ-સિરીઝ ‘આશ્રમ’માં પણ જોરદાર ઍક્ટિંગ કરીને છવાઈ ગયો છે. એ સિવાય બૉબી પાસે હાલમાં અનેક રસપ્રદ પ્રોજેક્ટ્સ છે.
બૉબી દેઓલ
હાલમાં બૉબી દેઓલ પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં સતત આગળ વધી રહ્યો છે. ‘ઍનિમલ’માં બૉબીની ઍક્ટિંગ બધાને ગમી હતી અને એ પછી તે વેબ-સિરીઝ ‘આશ્રમ’માં પણ જોરદાર ઍક્ટિંગ કરીને છવાઈ ગયો છે. એ સિવાય બૉબી પાસે હાલમાં અનેક રસપ્રદ પ્રોજેક્ટ્સ છે. પોતાની સફળતાની ખુશીને જાણે સેલિબ્રેટ કરવી હોય એમ બૉબીએ હાલમાં ૨.૯૫ કરોડ રૂપિયાની લક્ઝરી કાર રેન્જ રોવર SUV ખરીદી છે. આ લક્ઝરી કારની તસવીર સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. આ તસવીરોમાં બ્લૅક ટી-શર્ટ અને કાર્ગોમાં બૉબી હૅન્ડસમ દેખાઈ રહ્યો છે.
હકીકતમાં બૉબી દેઓલને લક્ઝરી કારનો બહુ શોખ છે. તેની પાસે રેન્જ રોવર સ્પોર્ટ, લૅન્ડ રોવર ફ્રીલૅન્ડર, રેન્જ રોવર વોગ અને મર્સિડીઝ બેન્ઝ S ક્લાસ છે. હવે તેના લક્ઝરી કારના કાફલામાં વધુ એકનો ઉમેરો થયો છે.

