Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અભિનેત્રી પાયલ રોહતગી જેલમાં, સોસાયટીમાં ગેરવર્તણુકને કારણે અમદાવાદ પોલીસે કરી ધરપકડ

અભિનેત્રી પાયલ રોહતગી જેલમાં, સોસાયટીમાં ગેરવર્તણુકને કારણે અમદાવાદ પોલીસે કરી ધરપકડ

25 June, 2021 05:14 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અમદાવાદ પોલીસે બૉલિવૂડ અભિનેત્રી પાયલ રોહતગીની ધરપકડ કરી છે. સોસાયટીમાં ગેરવર્ણુક કરવા જેવા અનેક આક્ષેપ તેના પર કરવામાં આવ્યાં છે.

પાયલ રોહતગી (ફાઈલ ફોટો)

પાયલ રોહતગી (ફાઈલ ફોટો)


હંમેશા પોતાના નિવેદનોને કારણે વિવાદમાં રહેતી અભિનેત્રી પાયલ રોહતગીની અમદાવાદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.  તેમના પર સોસાયટીના ચેયરમેન વિરુદ્ધ સોશિયલ મીડિયામાં બિભત્સ શબ્દો બોલવાનો આરોપ છે.  જોકે પાયલે બાદમાં આ પોસ્ટને  ડિલીટ કરી દીધી હતી.  આ ઉપરાંત પાયલ પર સોસાયટીના  લોકો સાથે વારંવાર ઝઘડો કરવાનો આક્ષેપ છે. 

અમદાવાદની સેટેલાઈટ પોલીસે પાયલ રોહતગીની ગેરવર્તણુકને લઈ ધરપકડ કરી છે.  20 જુને થયેલી સોસાયટીની મીટિંગ પાયલ સદસ્ય  ન હોવા છતાં પણ હાજર રહી હતી. મીટિંગમાં તેમને બોલવાનું બંઘ કરવા કહ્યું તો તે મીટિંગમાં હાજર સભ્યનો ગાળો દેવા લાગી હતી. તેમજ પાયલ સોસાયટીમાં બાળકોના રમવાને લઈ પણ કેટલીય વાર ઝઘડો કરી ચુકી છે. 



આ પહેલા પણ પાયલની એક વાર ધરપકડ કરવામાં આવી હતી.  અગાઉ રાજસ્થાન પોલીસે પાયલની ધરપકડ કરી હતી.  તે સમયે પાયલની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં રાજસ્થાન કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. 


 અભિનેત્રી પાયલ પોતાના નિવેદનો અને ટિપ્પણીઓને લઈ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. સોશિયલ મીડિયામાં કઈંક ને કઈંક ટિપ્પણી કરતી પાયલને ટ્રોલર્સનો સામનો કરવો પડતો હોય છે.  કેટલીય વાર ટ્રોલર્સ દ્વારા તેમને ટ્રોલ કરવામાં આવી છે. 

પાયલના કેરિયરની વાત કરવામાં આવે તો કંઈ ખાસ નથી.  પાયલને તેમની એક્ટિંગથી બહુ નામ મળ્યુ નથી. બહુ જ ગણીગાંઠી ફિલ્મોમાં પણ તેમણે કામ કર્યુ છે. તેમાં રિફ્યુજી, તુમસે મિલકર, રક્ત, તૌબા તૌબા, 36 ચાઈના ટાઉન, ઢોલ જેવી ફિલ્મો સામેલ છે. આ ઉપરાંત તેમણે રિયાલિટી શૉ બિગ બોસ માં પણ ભાગ લીધો હતો.  આ દરમિયાન લોકો તેમને વધુ ઓળખવા લાગ્યા હતાં.


 

Whatsapp-channel Whatsapp-channel

25 June, 2021 05:14 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK