આંદોલનને કારણે મુંબઈ-અમદાવાદ હાઇવેની બન્ને બાજુના રસ્તાઓ પર બેથી ત્રણ કલાકનો ટ્રાફિક જૅમ થયો હતો.
આંદોલનકારીઓ
આખા રાજ્યમાં મહાવિતરણ દ્વારા સ્માર્ટ મીટર બેસાડવામાં આવી રહ્યાં છે અને ફરજિયાત સ્માર્ટ મીટર બેસાડવાની આ પ્રક્રિયા પ્રત્યે અનેક લોકોએ અણગમો પણ વ્યક્ત કર્યો છે. ગુરુવારે દહાણુમાં મુંબઈ-અમદાવાદ હાઇવે પર સ્માર્ટ મીટર બેસાડવાની પ્રક્રિયા સામે વિરોધ નોંધાવવા માટે સ્થાનિક સંગઠનો અને લોકો દ્વારા રસ્તારોકો આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં પાંચથી છ હજાર લોકો સામેલ થયા હતા. વાઢવણ બંદર વિરોધી સંઘર્ષ સમિતિ ઉપરાંત અન્ય સ્થાનિક સંગઠનો પણ આમાં જોડાયાં હતાં અને આંદોલનને પૂરો ટેકો આપ્યો હતો. નવા સ્માર્ટ મીટરને કારણે વીજળીનું બિલ વધારે આવતું હોવાનો આરોપ મૂકીને આ આંદોલન કરવામાં આવ્યું હતું. આંદોલનને કારણે મુંબઈ-અમદાવાદ હાઇવેની બન્ને બાજુના રસ્તાઓ પર બેથી ત્રણ કલાકનો ટ્રાફિક જૅમ થયો હતો.
