° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


દિલ બેચારા: સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મને સેલેબ્ઝે કરી સેલિબ્રેટ

25 July, 2020 06:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

દિલ બેચારા: સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મને સેલેબ્ઝે કરી સેલિબ્રેટ

ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત અને સંજના સાંધી

ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત અને સંજના સાંધી

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' ગઈકાલે એટલે કે 24 જૂલાઈએ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થઈ છે. અભિનેતાને છેલ્લી વાર સ્ક્રિન પર જોઈને સહુ કોઈ ભાવુક થઈ ગયા છે અને સોશ્યલ મીડિયા પર સુશાંતની યાદ અને અભિનયના વખાણ કરતા સંદેશાઓ બૉલીવુડ સેલેબ્ઝે પોસ્ટ કર્યા છે.

મુકેશ છાબરા (Mukesh Chhabra) દિગ્દર્શિત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' જોઈને કયા સેલેબ્ઝે શું કહ્યું...

સુશાંત સિંહ રાજપૂતની કહેવાતી ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)એ સુશાંતની છેલ્લી ફિલ્મ પહેલાં ઈમોશનલ થઈ હતી અને લખ્યું હતું કે, 'તને જોવા માટે મારે મારી અંદર હિમ્મત ભેગી કરવી પડશે. તું મારી સાથે અહીંયા છે, મને ખબર છે તું છે. હું તને અને તારા પ્રેમને હંમેશા ઉજવીશ. મારી લાઈફનો હીરો. મને ખબર છે કે તું પણ અમારી સાથે ફિલ્મ જોતો હોઈશ.'

ફિલ્મ રિલીઝ સમયે ડાયરેક્ટર મુકેશ છાબરાએ ભગવાનને યાદ કર્યાં હતાં.

સુશાંત સિંહ રાજપૂતની ભૂતપુર્વ પ્રેમિકા અંકિતા લોખંડે (Ankita Lokhande)એ ફિલ્મનું ટીઝર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'પવિત્ર રિશ્તાથી દિલ બેચારા સુધી, વન લાસ્ટ ટાઈમ'.

 
 
 
View this post on Instagram

From #pavitrarishta to #dilbechara One last time !!!

A post shared by Ankita Lokhande (@lokhandeankita) onJul 24, 2020 at 6:53am PDT

અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan)એ ફિલ્મના સેટ પરથી સૈફ અલી ખાનની સુશાંત અને અન્ય કાસ્ટ સાથેની તસવીરો શૅર કરીને લખ્યું હતું કે, 'ફક્ત બે જેન્ટલમેન જેમણે મારી સાથે સારર્તે, વેન ગો, ટેલીસ્કૉપ અને નક્ષત્ર, ગિટાર, ધ નોર્ધન લાઈટ્સ, ક્રિકેટ, પિન્ક ફ્લોયડ, નુસરત સાબ અને અભિનયની ટૅક્નટિકની વાતો કરી હતી. આ અંતિમ વસ્તુ છે જે તમારા બન્નેમાં સામાન્ય છે. દિલ બેચારા ડિઝની પ્લસ હૉટસ્ટાર પર'.

અરમાન મલિક (Armaan Malik)એ ટ્વીટ કર્યું હતું કે, 'દિલ બેચારા ડિઝની પ્લસ હૉટસ્ટાર પર. ખૂબ જ ભારે હૃય સાથે આ ફિલ્મ જોઈ રહ્યો છું. ચાલો આપણે બધા સાથે મળીને ફિલ્મ જોઈએ અને ઉજવીએ સુશાંતને આપણી યાદોમાં'.

અભિનેત્રી જેનિલિયા દેશમુખ (Genelia Deshmukh)એ ટ્વીટ કર્યું હતું કે, 'સુશાંત સિંહ રાજપૂતને સ્ક્રિન પર જોઈને હું મારી જાતને સીટી મારતા રોકી નથી શકતી'.

રિતેશ દેશમુખ (Riteish Deshmukh)એ પણ ટ્વીટ કરતા લખ્યું હતું કે, 'સુશાંત તું આકાશમાં સૌથી ચમકતો સિતારો હોઈશ'.

મીરા ચોપરા (Meera Chopra)એ ટ્વીટ કર્યું હતું કે, તને છેલ્લી વાર જોવો બહુ મુશ્કેલ છે. અમે સહુ તને પ્રેમ કરીએ છીએ સુશાંત સિંહ રાજપૂત. ભગવાન એને ન્યાય આપજો, એ તેનો હકદાર છે.

દિગ્દર્શક હંસલ મહેતા (Hansal Mehta)એ કહ્યું હતું કે, હૉટસ્ટાર ક્રેશ થઈ ગયું.

અભિનેતા અલી ફઝલ (Ali Fazal)એ લખ્યું હતું કે, સાથી આજે રાત્રે તને જૌઈ રહ્યાં છીએ.

શ્રીયા પિલગાંવકર (Shriya Pilgaonkar) અને રોહિત રૉય (Rohit Roy) એ પણ સુશાંતની ફિલ્મ જોઈને ટ્વીટ કર્યું હતું.

કામ્યા પંજાબી (Kamya Punjabi) પણ સુશાંતની છેલ્લી ફિલ્મ જોઈને ઈમોશનલ થઈ ગઈ હતી.

ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતનું નામ મૈની છે. મૈનીનો રોલ ઘણાં ખરાં અંશે સુશાંતને મળતો આવે છે. ખુશ મિજાજ અને પોતાની જ દુનિયામાં મસ્ત રહેનારો વ્યક્તિ છે મૈની. મૈની રજનીકાંતનો મોટો ફૅન છે. તો સંજના સાંધીનું નામ છે કિજી બાસુ. જે કેન્સર પેશન્ટ છે. તે તેની બોરિંગ લાઇફથી કંટાળી ગઇ છે. તે જરાં પણ ખુશ નથી. ત્યારે તેનાં જીવનમાં મૈનીની એન્ટ્રી થાય છે અને તે તેનું જીવન ખુશીઓથી ભરી દે છે. મુકેશ છાબરા દિગ્દર્શિત આ ફિલ્મ અંગ્રેજી ફિલ્મ 'ફૉલ્ટ ઇન અવર સ્ટાર્સ'ની ઓફિશ્યલ રિ-મેઇક છે.

25 July, 2020 06:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

નિષ્ફળતાનો મને ભય નથી : જૉન એબ્રાહમ

હું કદી નકારાત્મક ​પરિણામ મળશે એવી ધારણા મનમાં રાખતો નથી. વધુમાં વધુ શું થશે, દર્શકોને નહીં ગમે, ખરુંને? અમે બીજી ફિલ્મ તરફ વળીએ છીએ. હું દરેક ફિલ્મને જીવું છું અને સતત આગળ વધતો રહું છું.’

28 November, 2021 02:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘યોદ્ધા’ની શરૂઆત

આ જ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણ જોહરે કૅપ્શન આપી હતી, ‘યોદ્ધા’ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે.’

28 November, 2021 02:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘રાધે શ્યામ’નું શૂટિંગ શરૂ કર્યું ભાગ્યશ્રીએ

આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ભાગ્યશ્રીએ કૅપ્શન આપી હતી, ‘વિશ્વ એક સ્ટેજ છે. આપણે બધા આપણી ભૂમિકા ભજવીએ છીએ. ‘રાધે શ્યામ’ના સેટ પર મારો પહેલો દિવસ. આ અદ્ભુત શોટ માટે થૅન્ક યુ મનોજ.’

28 November, 2021 02:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK