ટાઇગર શ્રોફ પર થયેલા હુમલાથી સમગ્ર હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. રવિવારે ટાઇગર પર થયેલી ગોળીબારની ઘટના બાદ સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
અક્ષય કુમારના ઘરની બહાર બુલેટપ્રૂફ કાચ
ટાઇગર શ્રોફ પર થયેલા હુમલાથી સમગ્ર હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. રવિવારે ટાઇગર પર થયેલી ગોળીબારની ઘટના બાદ સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. જોકે હવે એવું લાગી રહ્યું છે કે આ ઘટના બાદ બૉલીવુડના અન્ય કલાકારોએ પણ પોતાની સુરક્ષાને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું છે. જુહુ વિસ્તારમાં આવેલા અક્ષય કુમારના ઘરની બહાર બુલેટપ્રૂફ કાચ લગાડી દેવામાં આવ્યા હોવાનો રિપોર્ટ છે.
અક્ષય અને ટાઇગરે ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં સાથે કામ કર્યું હતું. બન્ને કલાકારો અનેક વખત સાથે સ્પોર્ટ્સ ઍક્ટિવિટીમાં ભાગ લેતા અને સમય વિતાવતા પણ જોવા મળ્યા છે. બીજી તરફ અક્ષય કુમાર અને સલમાન ખાન વચ્ચે પણ સારા સંબંધો છે. આ સંજોગોમાં અક્ષયે પોતાની સુરક્ષા વ્યવસ્થાને ગંભીરતાથી લેવાનું શરૂ કરી દીધું છે.
