Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હાઉસફુલ 5ના સ્ટાર્સને જોવા માટે પુણેના મૉલમાં અફરાતફરી

હાઉસફુલ 5ના સ્ટાર્સને જોવા માટે પુણેના મૉલમાં અફરાતફરી

Published : 03 June, 2025 07:32 AM | Modified : 04 June, 2025 07:02 AM | IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અક્ષયકુમારે ભીડને હાથ જોડીને વિનંતી કરવી પડી કે પ્લીઝ, ધક્કામુક્કી ન કરો

અક્ષય કુમાર

અક્ષય કુમાર


‘હાઉસફુલ 5’ ૬ જૂને થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે અને હાલમાં એનું પુરજોશમાં પ્રમોશન ચાલી રહ્યું છે. આ ફિલ્મના પ્રમોશન માટે રવિવારે તમામ કલાકારો પુણેના એક મૉલમાં પહોંચ્યા હતા અને તેમને જોવા માટે મૉલમાં અફરાતફરી મચી ગઈ હતી. અક્ષયકુમારે ભીડને હાથ જોડીને વિનંતી કરવી પડી હતી કે તેઓ ધક્કામુક્કી ન કરે.


આ ઘટનાના વાઇરલ થઈ રહેલા વિડિયોમાં અક્ષયકુમાર, સોનમ બાજવા, જૅકલિન ફર્નાન્ડિસ, નાના પાટેકર સહિત અન્ય કલાકારો સ્ટેજ પર જોવા મળે છે. જોકે આ સ્ટાર્સને એકસાથે જોઈને ત્યાં લોકો બેકાબૂ થઈ ગયા અને થોડી જ સેકન્ડમાં મૉલ ખીચોખીચ ભરાઈ ગયો. માહોલ એવો થઈ ગયો કે ધક્કામુક્કીની સ્થિતિ સર્જાઈ. ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને ત્રીજા માળ સુધી ફૅન્સની ભીડ લાગી ગઈ હતી. આ ઇવેન્ટના અનેક વિડિયો સામે આવ્યા, જેમાં મહિલાઓ અને બાળકો રોતાં જોવાં મળ્યાં.



‘હાઉસફુલ 5’ની આ ઇવેન્ટમાં એક નાની બાળકી પોતાનાં માતા-પિતાથી અલગ થઈ જતાં સ્ટેજની સામે રડતી જોવા મળી અને જૅકલિને તેને હિંમત આપી અને તેનાં માતા-પિતાને જણાવ્યું કે તે ઠીક છે. આ પછી અક્ષયકુમારે માઇક લઈને ભીડને હાથ જોડીને કડક અવાજમાં અપીલ કરી કે ‘ધક્કામુક્કી ન કરો. હાથ જોડીને વિનંતી કરું છું, અહીં સ્ત્રીઓ છે, બાળકો છે... હું બધાને વિનંતી કરું છું, પ્લીઝ.’


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2025 07:02 AM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK