‘વોટ ફૉર ન્યાય’ કહી કૉન્ગ્રેસ પાર્ટીને સપોર્ટ કરતો ખોટો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે
રણવીર સિંહની તસવીર
આમિર ખાન બાદ હવે રણવીર સિંહ પણ ડીપફેક વિડિયોનો શિકાર બન્યો છે. આ વિડિયોમાં રણવીર પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની ટીકા કરી કૉન્ગ્રેસ પાર્ટીને સપોર્ટ કરવા માટે લોકોને વિનંતી કરી રહ્યો છે. તે ‘વોટ ફૉર ન્યાય’ અને ‘વોટ ફૉર કૉન્ગ્રેસ’ કહેતો જોવા મળી રહ્યો છે. રણવીર હાલમાં જ વારાણસીમાં મનીષ મલ્હોત્રાના ફૅશન શોમાં જોવા મળ્યો હતો. આ વિડિયો ત્યાં શૂટ કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે આ એક ખોટો વિડિયો છે. આમિર ખાનનો આવો વિડિયો બહાર આવતાં તેણે પોલીસ-ફરિયાદ કરી હતી. રણવીરે આ વિશે અત્યાર સુધી કોઈ નિર્ણય નથી લીધો. જોકે આમિરની જેમ તે પણ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરે તો નવાઈ નહીં.