સિનિયર ઍક્ટર ધર્મેન્દ્ર ૮૯ વર્ષના થઈ ગયા છે અને આજે પણ તેમનો ઉત્સાહ તથા જુસ્સો યુવાનોને શરમાવે એવો છે. આટલી જૈફ વયે પણ ધર્મેન્દ્ર પોતાની હેલ્થ અને ફિટનેસ માટે ઘણા સજાગ છે અને દરરોજ નિયમિત સ્વિમિંગ અને એક્સરસાઇઝ કરે છે.
ધર્મેન્દ્ર
સિનિયર ઍક્ટર ધર્મેન્દ્ર ૮૯ વર્ષના થઈ ગયા છે અને આજે પણ તેમનો ઉત્સાહ તથા જુસ્સો યુવાનોને શરમાવે એવો છે. આટલી જૈફ વયે પણ ધર્મેન્દ્ર પોતાની હેલ્થ અને ફિટનેસ માટે ઘણા સજાગ છે અને દરરોજ નિયમિત સ્વિમિંગ અને એક્સરસાઇઝ કરે છે. હાલમાં ધર્મેન્દ્રએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં એક વિડિયો શૅર કર્યો છે જેમાં તેઓ જિમમાં એક્સરસાઇઝ કરતા દેખાય છે. વિડિયોમાં તેઓ પોતાના મસલ્સ અને મજબૂત થાઇ દેખાડી રહ્યા છે. ધર્મેન્દ્રના આ વિડિયો પર તેમના ફૅન્સ અને અન્ય સેલિબ્રિટીઝ કમેન્ટ કરીને તેમના ઉત્સાહનાં વખાણ કરી રહ્યા છે.
સોશ્યલ મીડિયામાં અપલોડ કરેલા આ વિડિયોમાં ધર્મેન્દ્ર કહી રહ્યા છે, ‘હેલો દોસ્તો, મેં એક્સરસાઇઝ કરવાની શરૂઆત કરી દીધી છે. ફિઝિયોથેરપી પણ શરૂ કરી દીધી છે. બહુ સરસ રીતે. હું સ્વસ્થ છું. આશા રાખું છું કે મને જોઈને તમે બહુ ખુશ થયા હશો. જુઓ આ મસલ્સ અને થાઇઝ.’
આ વિડિયોમાં ધર્મેન્દ્રએ કહ્યું હતું કે પોતાની જાતને વધારે ફિટ અને હેલ્ધી રાખવા માટે તેઓ હવે વધારે આકરી એક્સરસાઇઝ કરશે.
ધર્મેન્દ્રની આ પોસ્ટ પર રણવીર સિંહ અને રેમો ડિસોઝાથી માંડીને ટાઇગર શ્રોફ, બૉબી દેઓલ અને વિનીત કુમાર સિંહ જેવા સ્ટાર્સે કમેન્ટ કરી છે. રણવીરે તો ધર્મેન્દ્રને ‘ઓરિજિનલ હીમૅન’ કહીને બિરદાવ્યા છે. ધર્મેન્દ્રનો આ વિડિયો જોઈને તેમના ફૅન્સ પણ તેમની ફિટનેસ પર ફિદા થઈ ગયા છે.

