ફોટોગ્રાફર્સને જોઈને અનન્યા પાંડેએ હળવાશથી કરેલી કમેન્ટ ફૅન્સને બહુ પસંદ પડી રહી છે
અનન્યાનો એક વિડિયો હાલમાં ચર્ચામાં છે
સામાન્ય લોકોની જેમ સેલિબ્રિટીઓમાં ‘ધુરંધર’ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિમાં અનન્યાનો એક વિડિયો હાલમાં ચર્ચામાં છે જેમાં તે ફોટોગ્રાફર્સને જોઈને હળવાશથી ચેતવણી આપતી જોવા મળે છે. આ વાઇરલ વિડિયોમાં અનન્યા પાંડે વાઇટ શર્ટ અને બ્લૅક પૅન્ટમાં એક મૉલમાં જોવા મળે છે. અનન્યાને જોઈને ફોટોગ્રાફર્સ તેને ઘેરી વળે છે. આ જોઈને અનન્યા મજાકમાં કહે છે કે ‘તમને ફરી એક વાર જોઈશ તો ‘ધુરંધર 3’ બની જશે.’ અનન્યાની આ વાત સાંભળીને આસપાસ ઊભેલા લોકો હસી પડે છે.
