ગયા સપ્તાહે સારા અર્જુન આ યાદીમાં બીજા સ્થાને હતી
સારા અર્જુન
‘ધુરંધર’ની શાનદાર સફળતા બાદ ફિલ્મમાં યલીનાનો રોલ કરનાર સારા અર્જુન ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ (IMDb)ના ફેમસ લિસ્ટમાં નંબર વન પર પહોંચી ગઈ છે. હાલમાં IMDbએ આ સપ્તાહની પ્રખ્યાત ભારતીય હસ્તીઓની યાદી જાહેર કરી હતી, જેમાં દર્શકોના રસ અને ફૅન્સની પસંદગીના આધારે રૅન્કિંગ નક્કી કરવામાં આવે છે. ગયા સપ્તાહે સારા અર્જુન આ યાદીમાં બીજા સ્થાને હતી; પરંતુ આ વખતે તેણે વિજય, પ્રભાસ અને અગસ્ત્ય નંદાને પાછળ છોડીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. આ યાદીમાં બીજા નંબરે ‘ધુરંધર’ના ડિરેક્ટર આદિત્ય ધર છે. ફિલ્મની ઍક્ટ્રેસ અને ડિરેક્ટર બન્નેના મજબૂત પર્ફોર્મન્સથી સ્પષ્ટ થાય છે કે આ પ્રોજેક્ટને લઈને લોકોમાં ભારે ઉત્સાહ અને ચર્ચા છે.
આ યાદીમાં ઘણાં જાણીતાં નામો પણ સામેલ છે. યાદીમાં વિજય આઠમા ક્રમે, અગસ્ત્ય નંદા બારમા સ્થાને અને યામી ગૌતમ સત્તરમા સ્થાને છે.


