Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દર્શક તરીકે હું ધુરંધર : ધ રિવેન્જમાં અક્ષય ખન્નાને મિસ કરું છું

દર્શક તરીકે હું ધુરંધર : ધ રિવેન્જમાં અક્ષય ખન્નાને મિસ કરું છું

Published : 24 March, 2026 11:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મમાં નાનો પણ ઇન્ટેન્સ રોલ કરનાર સૌમ્યા ટંડને પોતાની લાગણી વ્યક્ત કરી

સૌમ્યા ટંડન

સૌમ્યા ટંડન


ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ની સફળતા અત્યારે ચર્ચામાં છે ત્યારે આ ફિલ્મમાં રહમાન ડકૈતની પત્ની ઉલફત રહમાનનો રોલ કરનાર સૌમ્યા ટંડનનું કહેવું છે કે  તેને આ ફિલ્મમાં અક્ષય ખન્નાની ખૂબ જ ખોટ સાલી છે. તેણે કહ્યું હતું કે પહેલી ફિલ્મમાં અક્ષય ખન્નાએ રહમાન ડકૈતના પાત્રમાં અદ્ભુત અભિનય કર્યો હતો અને હું તેને ખૂબ મિસ કરું છું, પણ સીક્વલની વાર્તા તેના મૃત્યુ પછી આગળ વધે છે.

સૌમ્યાએ સીક્વલમાં પોતાના પાત્ર વિશે પણ ખુલાસો કર્યો કે ‘‘ધુરંધર : ધ રિવેન્જ’માં મારો રોલ ખૂબ નાનો છે. આ ફિલ્મમાં મારી પાસે કરવા માટે ખાસ નહોતું અને મારો સ્ક્રીન-ટાઇમ માત્ર એક જ દૃશ્ય સુધી મર્યાદિત રહ્યો છે. ફિલ્મમાં મારું એક દૃશ્ય છે જે બહુ ઇન્ટેન્સ છે. આ સીનમાં રહમાન ડકૈતની પત્નીના રોલમાં તે ગુસ્સો, દુઃખ અને અસહાયતા જેવી ઘણી ભાવનાઓ સાથે સંઘર્ષ કરતી જોવા મળે છે. આ દૃશ્ય મારા માટે એક પડકારજનક અનુભવ રહ્યો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

24 March, 2026 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK