અહેવાલો અનુસાર ફિલ્મનું શૂટિંગ લગભગ પૂરું થઈ ગયું છે અને એ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થઈ શકે છે. જોકે હજી સુધી એની સત્તાવાર રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી નથી.
કૉકટેલ 2
‘ધુરંધર : ધ રિવેન્જ’ ૧૯ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ખાસ વાત એ છે કે આ વખતે દર્શકોને ડબલ સરપ્રાઇઝ મળવાની છે. રિપોર્ટ મુજબ શાહિદ કપૂરની આવનારી ફિલ્મ ‘કૉકટેલ 2’નું ટીઝર ‘ધુરંધર : ધ રિવેન્જ’ના સ્ક્રીનિંગ દરમ્યાન દર્શકોને બતાવવાની યોજના છે. જોકે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેથી ૧૯ માર્ચે જ સ્પષ્ટ થશે કે આ ટીઝર ખરેખર ફિલ્મ સાથે દર્શાવવામાં આવશે કે નહીં. ‘કૉકટેલ 2’ ૨૦૧૨માં આવેલી હિટ ફિલ્મ ‘કૉકટેલ’ની સીક્વલ છે. પ્રથમ ફિલ્મમાં સૈફ અલી ખાન, ડાયના પેન્ટી અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં હતાં, જ્યારે સીક્વલમાં શાહિદ કપૂર સાથે ક્રિતી સૅનન અને રશ્મિકા મંદાના જોવા મળશે. અહેવાલો અનુસાર ફિલ્મનું શૂટિંગ લગભગ પૂરું થઈ ગયું છે અને એ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થઈ શકે છે. જોકે હજી સુધી એની સત્તાવાર રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી નથી.
