તાજેતરમાં આ ત્રણેય અભિનેત્રીઓ પાર્ટીમાં સાથે હોય એવી અનેક AI-જનરેટેડ તસવીરો વાઇરલ થઈ છે જે સંપૂર્ણપણે ફેક છે.
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
બૉલીવુડની ટોચની અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ અને શ્રદ્ધા કપૂર તાજેતરમાં સોશ્યલ મીડિયા પર ચાલી રહેલા એક ચિંતાજનક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ટ્રેન્ડનો ટાર્ગેટ બની છે. આ ટ્રેન્ડમાં યુઝર્સ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ કરીને સેલિબ્રિટીઝની ભ્રામક અને બનાવટી તસવીરો તૈયાર કરી રહ્યા છે. તાજેતરમાં આ ત્રણેય અભિનેત્રીઓ પાર્ટીમાં સાથે હોય એવી અનેક AI-જનરેટેડ તસવીરો વાઇરલ થઈ છે જે સંપૂર્ણપણે ફેક છે.
કેટલીક એડિટ કરવામાં આવેલી તસવીરોમાં દીપિકાને સિગારેટ પકડેલી કે સ્મોકિંગ કરતી દેખાડવામાં આવી છે, જ્યારે એક અન્ય AI-તસવીરમાં શ્રદ્ધાને દારૂનો ગ્લાસ પકડીને બતાવવામાં આવી છે. આલિયા પણ આ તમામ ફેક તસવીરોમાં તેમની સાથે જોવા મળે છે. આ તસવીરો સોશ્યલ મીડિયામાં ચર્ચાસ્પદ બની છે. આ જ પોસ્ટમાં અન્ય યુઝરે આ તસવીરની અભિનેત્રીઓને બિકિનીમાં દર્શાવતી AI-જનરેટેડ તસવીર બનાવીને શૅર કરી છે જેને કારણે ઑનલાઇન ભારે રોષ ફેલાયો છે.
ADVERTISEMENT
આ ટ્રેન્ડને લઈને સોશ્યલ મીડિયા બે ભાગમાં વહેંચાઈ ગયું છે. કેટલાક લોકો કહે છે કે સેલિબ્રિટીઝ જાહેર વ્યક્તિ છે અને આમાં કાંઈ ખોટું નથી, જ્યારે અન્ય લોકો માને છે કે આ મુદ્દો અત્યંત ગંભીર છે અને AI-કન્ટેન્ટ પર કડક નિયમન જરૂરી છે. એ સિવાય ઘણા યુઝર્સે સરકારને હસ્તક્ષેપ કરવાની માગણી કરી છે.


