પાકિસ્તાનમાં હિટ સાબિત થયેલી ‘સરદારજી 3’ને લઈને ભારતમાં વિવાદ ચાલી રહ્યો છે
દિલજિત દોસાંઝ
દિલજિત દોસાંઝ અને હાનિયા આમિરની ‘સરદારજી 3’ પાકિસ્તાનમાં રિલીઝ કરવામાં આવી હતી. રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનમાં ‘સરદારજી 3’એ તમામ રેકૉર્ડ તોડી નાખ્યા છે અને ત્રીજા સપ્તાહમાં પણ ફિલ્મ રેકૉર્ડબ્રેકિંગ કમાણી કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે ‘સરદારજી 3’એ પાકિસ્તાનમાં ૩૧ કરોડ (પાકિસ્તાની રૂપિયા)ની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ પાકિસ્તાનમાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય પંજાબી ફિલ્મ બની ગઈ છે.
આ ફિલ્મે પાકિસ્તાનમાં ‘કૅરી ઑન જટ્ટા 3’ના લાઇફટાઇમ કલેક્શનને પાછળ છોડી દીધું છે. ‘કૅરી ઑન જટ્ટા 3’એ ૩૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. હવે ‘સરદારજી 3’ ૩૧ કરોડની કમાણી સાથે ‘કૅરી ઑન જટ્ટા’થી આગળ નીકળી ગઈ છે.
ADVERTISEMENT
પાકિસ્તાનમાં હિટ સાબિત થયેલી ‘સરદારજી 3’ને લઈને ભારતમાં વિવાદ ચાલી રહ્યો છે. ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરની હાજરીને કારણે આ ફિલ્મને ભારતમાં રિલીઝ કરવામાં આવી નથી, કારણ કે પહલગામ હુમલા પછી પાકિસ્તાની કલાકારોને ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. જોકે આખરે ફિલ્મને ૨૭ જૂને ઓવરસીઝ માર્કેટમાં રિલીઝ કરવામાં આવી હતી.

