Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારી પાસે ઝેર ખરીદવાના પૈસા નહોતા અને હું મિસ યુનિવર્સને ડેટ કરતો હતો

મારી પાસે ઝેર ખરીદવાના પૈસા નહોતા અને હું મિસ યુનિવર્સને ડેટ કરતો હતો

Published : 08 June, 2026 10:44 AM | Modified : 08 June, 2026 10:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિક્રમ ભટ્ટે ખુલાસો કર્યો કે જ્યારે મારું સુસ્મિતા સેન સાથેનું પ્રેમપ્રકરણ ચાલી રહ્યું હતું ત્યારે હું એકદમ કંગાળ હતો

સુસ્મિતા સાથેની રિલેશનશિપ વિશે વિક્રમ ભટ્ટે દિલ ખોલીને વાત કરી

સુસ્મિતા સાથેની રિલેશનશિપ વિશે વિક્રમ ભટ્ટે દિલ ખોલીને વાત કરી


ફિલ્મમેકર વિક્રમ ભટ્ટના વ્યાવસાયિક જીવનની જેમ તેમનું અંગત જીવન પણ અનેક ઉતાર-ચડાવોથી ભરેલું રહ્યું છે. તેના એક્સ્ટ્રા-મૅરિટલ અફેર્સ પણ ચર્ચામાં રહ્યા હતા અને એક સમય એવો પણ હતો જ્યારે તે ઍક્ટ્રેસ સુસ્મિતા સેનને ડેટ કરતો હતો.

વિક્રમ ભટ્ટે અનેક વખત સુસ્મિતા સાથેના પોતાના સંબંધો વિશે વાત કરી છે અને હવે ફરી એક વાર તેણે એ દિવસોને યાદ કર્યા છે. વિક્રમે ખુલાસો કર્યો હતો કે જ્યારે હું સુસ્મિતાને ડેટ કરી રહ્યો હતો ત્યારે મારી પાસે ઝેર ખરીદવાના પણ પૈસા નહોતા અને એ સમયે હું એક સંઘર્ષ કરી રહેલો ડિરેક્ટર હતો. વિક્રમ ભટ્ટે મિસ યુનિવર્સ સુસ્મિતા સેનને તેની પ્રથમ ફિલ્મ ‘દસ્તક’ના સેટ પર ડેટ કરવાનું શરૂ કર્યું હતું. ૧૯૯૬માં રિલીઝ થયેલી આ ફિલ્મનું ડિરેક્શન મહેશ ભટ્ટે કર્યું હતું અને વિક્રમ ભટ્ટ તેના અસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. જે સમયે વિક્રમ અને સુસ્મિતા એકમેકની નજીક આવ્યાં હતાં એ સમયે વિક્રમ પોતાની પત્ની અદિતિ ભટ્ટથી અલગ થઈ ચૂક્યો હતો. જોકે થોડા સમય બાદ વિક્રમ અને સુસ્મિતાનું બ્રેકઅપ થઈ ગયું હતું.



સુસ્મિતા સાથેની રિલેશનશિપ વિશે વિક્રમ ભટ્ટે કહ્યું હતું કે ‘હું એક સંઘર્ષ કરી રહેલો ડિરેક્ટર હતો. મારી પાસે ઝેર ખરીદવાના પૈસા પણ નહોતા. હું આમિર ખાનને ડિરેક્ટ કરી રહ્યો હતો અને મિસ યુનિવર્સને ડેટ કરી રહ્યો હતો છતાં મારી પાસે પૈસા નહોતા. હું સંપૂર્ણપણે કંગાળ હતો. મને યાદ છે કે મારી પાસે CD ખરીદવા માટે પણ પૈસા નહોતા. હું એક ફકીરની જેમ જીવન જીવ્યો છું. મારી જિંદગીમાં જેકોઈ વ્યક્તિ આવી તેણે મને કંઈક સારું જ આપ્યું છે. જ્યારે હું પાછળ વળીને જોઉં છું ત્યારે મારા મનમાં મારી જિંદગીમાં આવેલી દરેક વ્યક્તિ માટે પ્રેમ અને સન્માનની લાગણી જન્મે છે. તેમણે હંમેશાં મને કંઈક ને કંઈક આપ્યું છે. કોઈકે મને પ્રેમ આપ્યો, કોઈકે પોતાનો સમય આપ્યો અને કોઈકે જીવનનો મહત્ત્વપૂર્ણ પાઠ શીખવ્યો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2026 10:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK