Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



એક કદમ આગે

20 October, 2021 03:30 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સમન્થા ‘સેમ જેમ’ કરતાં વધુ ભવ્ય શો લઈને આવી રહી હોવાની ચર્ચા

સમન્થા રૂથ પ્રભુ

સમન્થા રૂથ પ્રભુ


સમન્થા રુથ પ્રભુ આજકાલ ખૂબ ડિમાન્ડમાં છે. તેની ફિલ્મ હાલમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ સાથે જ તેણે બે ફિલ્મ પણ સાઇન કરી છે. નાગ ચેતન્ય સાથેના ડિવવૉર્સથી તે સતત ચર્ચામાં રહી છે. જોકે ફરી ચર્ચામાં આવવાનું કારણ તેનો શો છે. તેલુગુ ઓટીટી પ્લૅટફૉર્મ અહા હાલમાં તેની સાથે એક વેબ-શોની ચર્ચા કરી રહ્યું છે. તેમણે અગાઉ ટૉક-શો ‘સેમ જેમ’માં સાથે કામ કર્યું હતું. જોકે તેઓ હવે એક નવી વેબ-સિરીઝ લઈને આવવા માગે છે અને એને એકદમ ભવ્ય બનાવવા માગે છે. આ માટે સમન્થાએ હા પાડી દીધી હોવાની ચર્ચા છે. હાલમાં તમામ ફૉર્માલિટી પર કામ ચાલી રહ્યું છે. આ શોનું જેમ બને એમ જલદી શૂટિંગ શરૂ કરવાની ચર્ચા છે.


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2021 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK