ઇમરાન હાલમાં કડક તબીબી દેખરેખ હેઠળ માત્ર નિયંત્રિત ઍક્શન મૂવમેન્ટ્સ જ કરી રહ્યો છે.
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ઇમરાન હાશ્મીને થોડા સમય પહેલાં ‘આવારાપન 2’ માટેની એક ઍક્શન-સીક્વન્સનું શૂટિંગ કરતી વખતે પેટમાં ગંભીર ઈજા થઈ હતી જેને કારણે તેને તાત્કાલિક તબીબી સારવાર લઈને સર્જરી કરાવવી પડી હતી. હવે આ સર્જરી પછી ઇમરાન શૂટિંગ પર પાછો ફર્યો છે. રિપોર્ટ પ્રમાણે ઇમરાન હાલમાં કડક તબીબી દેખરેખ હેઠળ માત્ર નિયંત્રિત ઍક્શન મૂવમેન્ટ્સ જ કરી રહ્યો છે. હાલમાં પ્રોડક્શન-ટીમ સેટ પર તેની હાલત પર સતત ધ્યાન રાખી રહી છે જેથી તેની તબિયતને લગતું કોઈ જોખમ ઊભું ન થાય.


