ફિલ્મના ક્લાઇમૅક્સને છેલ્લે સુધી સીક્રેટ રાખવા માટે અનેક વર્ઝન શૂટ થયાં છે
શાહિદ કપૂર
શાહિદ કપૂરની આગામી ફિલ્મ છે ‘દેવા’. એ ફિલ્મમાં તેની હિરોઇન પૂજા હેગડે છે. હાલમાં આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયું હતું જેને જબરદસ્ત લોકપ્રિયતા મળી છે. આ ફિલ્મની સ્ટોરીલાઇન અને ઍક્શન-સીક્વન્સ બધાનું ધ્યાન ખેંચવામાં સફળ સાબિત થઈ છે. આ ફિલ્મ ૩૧ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે ત્યારે એના ક્લાઇમૅક્સને લઈને નવી અપડેટ આવી છે.
આ ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિએ માહિતી આપી છે કે આ ફિલ્મ માટે અનેક ક્લાઇમૅક્સ શૂટ કરવામાં આવ્યા છે અને ફિલ્મના કલાકારો તેમ જ ક્રૂને પણ ખબર નથી કે ફાઇનલ કટમાં કયો ક્લાઇમૅક્સ રાખવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મમેકર્સે ક્લાઇમૅક્સને સંપૂર્ણપણે સીક્રેટ રાખ્યો છે અને આને કારણે બધા લોકો કન્ફ્યુઝ છે. આ સસ્પેન્સ માત્ર ઑડિયન્સ માટે નથી, ફિલ્મની ટીમ માટે પણ ક્લાઇમૅક્સ સસ્પેન્સ છે.
ADVERTISEMENT
આ ફિલ્મના ટ્રેલરને જબરદસ્ત રિસ્પૉન્સ મળ્યો છે. ફિલ્મમાં પૂજા હેગડે સાથે તેની કેમિસ્ટ્રી પણ જોરદાર છે. જાણીતા મલયાલમ ડિરેક્ટર રોશન એન્ડ્રુઝના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મને ઝી સ્ટુડિયોઝ તેમ જ રૉય કપૂર ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.