ગઈ કાલે જાણીતી કોરિયોગ્રાફર અને ડિરેક્ટર ફારાહ ખાને પોતાની ૬૧મી વર્ષગાંઠ ઊજવી હતી, જ્યારે ઍક્ટર-ડિરેક્ટર ફરહાન અખ્તરે પણ ગઈ કાલે જ બાવન વર્ષ પૂરાં કરીને ૫૩મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો.
પૈચાન કૌન?
ગઈ કાલે જાણીતી કોરિયોગ્રાફર અને ડિરેક્ટર ફારાહ ખાને પોતાની ૬૧મી વર્ષગાંઠ ઊજવી હતી, જ્યારે ઍક્ટર-ડિરેક્ટર ફરહાન અખ્તરે પણ ગઈ કાલે જ બાવન વર્ષ પૂરાં કરીને ૫૩મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. આ દિવસને સેલિબ્રેટ કરવા માટે બન્નેએ સાથે મળીને બર્થ-ડેની કેક કટ કરી હતી. ફારાહ અને ફરહાન બન્ને કઝિન છે. ફારાહ ખાનની મમ્મી મેનકા અને ફરહાન અખ્તરની મમ્મી હની બન્ને સગી બહેનો છે. ગઈ કાલે ફારાહે પોતાના બર્થ-ડે નિમિત્તે સોશ્યલ મીડિયામાં ફરહાન સાથેની બાળપણની એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં બન્ને ડાન્સ કરતાં જોવા મળે છે.


