એક કાર્યક્રમ દરમ્યાન લૈલા ખાન સાથે આવેલા ફરદીને જોઈને ફોટોગ્રાફર્સને ગેરસમજ થતાં તેણે સ્પષ્ટતા કરી
લૈલા ફરદીનની નાની બહેન છે
તાજેતરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ફરદીન ખાન પોતાની બહેન લૈલા ખાન સાથે જોવા મળ્યો હતો. એ સમયે કેટલાક ફોટોગ્રાફર્સે ભૂલથી બહેન લૈલાને ફરદીનની પત્ની નતાશા માધવાણી સમજવાની ભૂલ કરી હતી. એ પછી ફરદીને તેમની ગેરસમજ દૂર કરી હતી. હાલમાં ચર્ચામાં આવેલા એક વિડિયોમાં જોવા મળે છે કે જ્યારે ફોટોગ્રાફર્સ લૈલાને નતાશા સમજે છે ત્યાર ફરદીન સ્પષ્ટતા કરતાં કહે છે, ‘આ મારી બહેન છે, પત્ની નથી. તમે લોકો ઘણા સોશ્યલ મીડિયા હૅન્ડલ્સ પર ખોટું લખો છો કે આ મારી પત્ની છે.’
ફરદીનની પત્ની નતાશા જાણીતી ઍક્ટ્રેસ મુમતાઝની દીકરી છે. બન્નેએ ૨૦૦૫માં લગ્ન કર્યાં હતાં. તેમને બે સંતાન છેે. નતાશા હાલ બાળકો સાથે લંડનમાં રહે છે અને ફરદીન મુંબઈમાં રહે છે. લૈલા ફરદીનની નાની બહેન છે. લૈલાનાં લગ્ન બિઝનેસમૅન ફરહાન ફર્નિચરવાલા સાથે થયાં છે. તે ફિલ્મી દુનિયાથી દૂર રહે છે એને કારણે ફોટોગ્રાફર્સ તેને ઓળખી શક્યા નહોતા અને આ ગેરસમજ થઈ હતી.
