Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનુરાગ બાસુની ફિલ્મને હા કહેવા માટે સ્ક્રિપ્ટ જરૂર નથી : ફાતિમા સના શેખ

અનુરાગ બાસુની ફિલ્મને હા કહેવા માટે સ્ક્રિપ્ટ જરૂર નથી : ફાતિમા સના શેખ

05 January, 2019 09:01 AM IST |
સોનિયા લુલ્લા

અનુરાગ બાસુની ફિલ્મને હા કહેવા માટે સ્ક્રિપ્ટ જરૂર નથી : ફાતિમા સના શેખ

અભિનેત્રી ફાતીમા સના શેખ

અભિનેત્રી ફાતીમા સના શેખ


ફાતિમા સના શેખનું કહેવું છે કે અમુક ફિલ્મમેકર્સની ફિલ્મ માટે તેને સ્ક્રિપ્ટ જરૂર નથી. તે એને વાંચ્યા વગર હા કહી શકે છે. અનુરાગ બાસુની ૨૦૦૭માં આવેલી ‘લાઇફ ઇન અ... મેટ્રો’ની સિક્વલમાં રાજકુમાર રાવની સાથે ફાતિમા સના શેખ જોવા મળશે. આ ફિલ્મમાં ચાર શૉર્ટ સ્ટોરી રજૂ કરવામાં આવશે જેમાં તે તેના ફ્રેન્ડ રાજકુમાર સાથે જોવા મળશે. આ ફિલ્મને પસંદ કરવા વિશે પૂછતાં ફાતિમાએ કહ્યું હતું કે ‘મને જ્યારે ખબર પડી કે અનુરાગ બાસુ ફિલ્મ બનાવી રહ્યો છે અને મને એ માટે પસંદ કરવા માગે છે ત્યારે હું ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ હતી. મને સ્ક્રિપ્ટ વિશે કંઈ પડી નહોતી. એવા કેટલાક ડિરેક્ટર્સ છે જેમની દુનિયાનો હું એક પાર્ટ બનવા ઇચ્છું છું.’

આ પણ વાંચોઃ કુછ તો લોગ કહેંગે : ફાતિમા સના શેખ



અનુરાગ બાસુની જેમ રાજકુમાર હીરાણી અને સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં પણ તે આંખ મીંચીને હા પાડવા માટે તૈયાર છે. આમિર ખાનને તે પોતાનો મેન્ટર માને છે. આ વિશે વધુ જણાવતાં ફાતિમાએ કહ્યું હતું કે ‘હું તેમની સાથે ફિલ્મની ãસ્ક્રપ્ટ અને પાત્ર વિશે ચર્ચા કરું છું. જોકે એમાં એક ઍક્ટર તરીકે મને શું નથી મળી રહ્યું એ વિશેની હું ચર્ચા નથી કરતી.’


Whatsapp-channel Whatsapp-channel

05 January, 2019 09:01 AM IST | | સોનિયા લુલ્લા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK