Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનમાં પિતાએ ૩ વર્ષની દીકરીને ૬૦ વર્ષના વૃદ્ધ સાથે પરણાવવા વેચી દીધી

પાકિસ્તાનમાં પિતાએ ૩ વર્ષની દીકરીને ૬૦ વર્ષના વૃદ્ધ સાથે પરણાવવા વેચી દીધી

Published : 27 September, 2026 08:59 AM | IST | Pakistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘટના પ્રકાશમાં આવતાં જ પોલીસે પિતાની ધરપકડ કરી છે, જ્યારે વૃદ્ધ સલાહુદ્દીન ફરાર છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ચમન શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અબ્દુલ બાકી નામના એક પિતાએ પોતાની માત્ર ૩ વર્ષની માસૂમ દીકરીનો ૬૦ વર્ષના વૃદ્ધ સલાહુદ્દીન સાથે અંદાજે ૮.૫૫ લાખ રૂપિયા (૯૦૦૦ ડૉલર)માં સોદો કરી દીધો હતો. ઘટના પ્રકાશમાં આવતાં જ પોલીસે પિતાની ધરપકડ કરી છે, જ્યારે વૃદ્ધ સલાહુદ્દીન ફરાર છે.
બલૂચિસ્તાનના મુખ્ય પ્રધાન મીર સરફરાઝ બુગાટીએ આ ગંભીર ગુનાની તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો છે. હાલ બાળકી અને તેની માતા પોલીસરક્ષણ હેઠળ છે. પાકિસ્તાનમાં ‘વલવાર’ નામની પરંપરા હેઠળ કન્યાપક્ષને પૈસા ચૂકવવામાં આવે છે. આ રકમ પૂરી ચૂકવાયા બાદ જ લગ્ન સંપન્ન માનવામાં આવે છે.
આ કેસમાં પોલીસને બીજી એક ચોંકાવનારી કડી મળી છે. પોલીસે જણાવ્યું હતું કે અબ્દુલ બાકીએ તેની મોટી દીકરી શુક્રિયાનાં લગ્ન સલાહુદ્દીનના દીકરા કામરાન સાથે કરાવ્યાં હતાં, પરંતુ કામરાને લોખંડના સળિયાથી ફટકારીને શુક્રિયાની હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ અબ્દુલ બાકી પર દબાણ કરવામાં આવ્યું હતું કે તે ઘર ખરીદવા માટે પોતાની નાની દીકરીને પણ આ જ પરિવારમાં પરણાવી દે. બલૂચિસ્તાનમાં બાળલગ્ન કાયદા હેઠળ ગેરકાયદે છે અને એમાં કડક સજાની જોગવાઈ છે. 


Whatsapp-channel Whatsapp-channel

27 September, 2026 08:59 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK