Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > સાવન બરવાલે પુરુષોની મૅરથૉનમાં જીત્યો ઐતિહાસિક સિલ્વર મેડલ, ૪૪ વર્ષની લાંબી પ્રતીક્ષાનો આવ્યો અંત

સાવન બરવાલે પુરુષોની મૅરથૉનમાં જીત્યો ઐતિહાસિક સિલ્વર મેડલ, ૪૪ વર્ષની લાંબી પ્રતીક્ષાનો આવ્યો અંત

Published : 27 September, 2026 12:54 PM | IST | Nagoya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતના સાવન બરવાલે એશિયન ગેમ્સની પુરુષોની મૅરથૉનમાં સિલ્વર મેડલ જીતીને ૪૪ વર્ષ બાદ દેશને આ ઇવેન્ટમાં મેડલ અપાવ્યો. સાવને ૨ કલાક ૧૧ મિનિટ ૩૭ સેકન્ડમાં રેસ પૂરી કરી હતી.

સાવન બરવાલ

સાવન બરવાલ


ભારતના સાવન બરવાલે પુરુષોની મૅરથૉન સ્પર્ધામાં દિલધડક પ્રદર્શન કરીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. આ ઐતિહાસિક જીત સાથે સાવને મૅરથૉન ઇવેન્ટમાં મેડલ મેળવવા માટે દેશની ૪૪ વર્ષ લાંબી પ્રતીક્ષાનો અંત આણ્યો છે. ભારતીય નૅશનલ રેકૉર્ડધારક સાવન બરવાલે ૪૨.૧૯૫ કિલોમીટરની આ આકરી દોડમાં શરૂઆતથી જ પોતાની પકડ મજબૂત રાખી હતી. એશિયન ગેમ્સના ઇતિહાસમાં ૧૯૮૨ પછી ભારતનો આ પહેલો મૅરથૉન મેડલ છે અને વિદેશી ધરતી પર કોઈ ભારતીય પુરુષ ઍથ્લીટ દ્વારા મૅરથૉનમાં જીતવામાં આવેલો આ સર્વપ્રથમ મેડલ હોવાથી આ સિદ્ધિ રમતગમત જગતમાં સુવર્ણ અક્ષરે લખાશે.
શનિવારે વહેલી સવારે ભારતીય સમય અનુસાર ૪ વાગ્યે શરૂ થયેલી આ રેસમાં કુલ ૧૯ દોડવીરોએ ભાગ લીધો હતો, જેમાં સાવન બરવાલ સાથે ભારતના અન્ય દોડવીર કાર્તિક કરકેરા પણ સામેલ હતો. સાવન બરવાલે બે કલાક ૧૧ મિનિટ ૩૭ સેકન્ડમાં દોડ પૂરી કરી હતી, જ્યારે ગોલ્ડ મેડલ જીતનાર જપાનના ઇચિતાકા યામાશિતાએ બે કલાક ૧૦ મિનિટ અને ૪૯ સેકન્ડમાં દોડ પૂરી કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

27 September, 2026 12:54 PM IST | Nagoya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK