Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સની દેઓલને લઈને ઘાતક 2 બનાવવાનું પ્લાનિંગ પુરજોશમાં

સની દેઓલને લઈને ઘાતક 2 બનાવવાનું પ્લાનિંગ પુરજોશમાં

Published : 01 February, 2026 11:02 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજકુમાર સંતોષી પાસે એક સ્ટોરી-આઇડિયા છે જેને તેઓ ‘ઘાતક 2’ તરીકે બનાવવા માગે છે

`ઘાતક`નો સીન

`ઘાતક`નો સીન


સની દેઓલ હિમાચલ પ્રદેશના મનાલી ખાતે પોતાની ફિલ્મ ‘બૉર્ડર 2’ની સફળતાનો આનંદ માણી રહ્યો છે ત્યારે રિપોર્ટ આવ્યા છે કે જાણીતા ફિલ્મમેકર રાજકુમાર સંતોષી હવે સની દેઓલની ૧૯૯૬ની સુપરહિટ ફિલ્મ ‘ઘાતક’ની સીક્વલ બનાવવાની તૈયારીમાં છે. રાજકુમાર સંતોષી અને સની ભૂતકાળમાં ‘ઘાયલ’, ‘દામિની’ અને ‘ઘાતક’ જેવી સુપરહિટ ફિલ્મો આપી ચૂક્યા છે.

રાજકુમાર સંતોષી પાસે એક સ્ટોરી-આઇડિયા છે જેને તેઓ ‘ઘાતક 2’ તરીકે બનાવવા માગે છે. તેમણે પોતાનો આ આઇડિયા સની દેઓલ સાથે શૅર કર્યો છે. સનીને આ કન્સેપ્ટ ગમ્યો છે એટલે તેણે રાજકુમાર સંતોષીને મનાલી બોલાવી લીધા છે. જો સનીને સ્ક્રિપ્ટ અને કથા ગમશે તો તેઓ તારીખ અને અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટને આગળ ધપાવશે.



આ મામલે સનીની નજીકની એક વ્યક્તિએ માહિતી આપી છે કે સની સ્પષ્ટ છે કે ‘ગદર 2’ અને ‘બૉર્ડર 2’ બ્લૉકબસ્ટર સાબિત થઈ છે એટલે તે પોતાની દરેક ક્લાસિક ફિલ્મની સીક્વલ સાઇન નહીં કરે, કારણ કે તેને લાગે છે કે આવું કરવાથી દર્શકો સાથે અન્યાય થશે.


Whatsapp-channel Whatsapp-channel

01 February, 2026 11:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK