Golmaal 5 release date announced: ડિરેક્ટર રોહિત શેટ્ટીએ સોશ્યલ મીડિયા પોસ્ટમાં જાહેરાત કરી કે, અજય દેવગન અને અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ `ગોલમાલ ૫` આવતા વર્ષે ૮ જાન્યુઆરી ૨૦૨૭ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે; ફેન્સ છે આતુર
રોહિત શેટ્ટીએ જાહેર કરી `ગોલમાલ ૫`ની રિલીઝ ડેટ
બોલિવૂડ (Bollywood)ના પ્રખ્યાત ડિરેક્ટર રોહિત શેટ્ટી (Rohit Shetty) પોતાની સુપરહિટ કોમેડી ફ્રેન્ચાઇઝી `ગોલમાલ`ના પાંચમા ભાગ (Golmaal 5) સાથે મોટા પડદા પર કમબેક કરવા માટે તૈયાર છે. આ વખતે હાસ્યના આ ઓવરડોઝમાં અજય દેવગન અને જૂની સ્ટાર કાસ્ટની સાથે અક્ષય કુમાર પણ મુખ્ય ભૂમિકામાં જોડાતાં ફિલ્મનું આકર્ષણ બમણું થઈ ગયું છે. નવા વર્ષની શરૂઆતમાં દર્શકોને મનોરંજનની ભેટ આપતા નિર્માતાઓએ જાહેરાત કરી છે કે આ કોમેડી-એન્ટરટેનર ફિલ્મ `ગોલમાલ ૫` (Golmaal 5 release date announced) ૮ જાન્યુઆરી ૨૦૨૭ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આવતા વર્ષે રિલીઝ થશે રોહિત શેટ્ટીની ફિલ્મ
ADVERTISEMENT
બોલિવૂડની સૌથી મોટી કોમેડી ફ્રેન્ચાઇઝી અંગે છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી અટકળોનો અંત આણતાં, ડિરેક્ટર રોહિત શેટ્ટીએ શનિવારે ફિલ્મ `ગોલમાલ ૫` ની રિલીઝ ડેટની સત્તાવાર જાહેરાત કરી છે. આ ફિલ્મ ૮ જાન્યુઆરી ૨૦૨૭ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. મોશન પોસ્ટર સાથે કરવામાં આવેલી આ જાહેરાત ભારતીય સિનેમાની સૌથી સફળ મનોરંજક ફ્રેન્ચાઇઝીના પુનરાગમનનો સંકેત આપે છે.
સોશ્યલ મીડિયા પર જાહેર કરાયેલા મોશન પોસ્ટર પર લખ્યું છે કે, "LAUGHTER, FUN, JOY, HAPPINESS AND FAMILY... BAS, NOTHING ELSE ❤️❤️❤️ 8TH JAN 2027 ?" જે દર્શકોને ૨૦૨૭ના પ્રારંભે હાસ્યથી ભરપૂર મનોરંજન આપવાની ખાતરી આપે છે.
View this post on Instagram
મલ્ટિ-સ્ટારર કાસ્ટ અને નવા કલાકારોનું આગમન
આ આગામી ભાગમાં ફ્રેન્ચાઇઝીના મુખ્ય કલાકારો અજય દેવગન (ગોપાલ), અરશદ વારસી (માધવ), તુષાર કપૂર (લકી), કુણાલ ખેમુ (લક્ષ્મણ) અને શ્રેયસ તલપડે (લક્ષ્મણ) ફરી એકસાથે જોવા મળશે. હાસ્યના આ વાવાઝોડામાં નવો ઉત્સાહ ઉમેરતાં બોલિવૂડના સુપરસ્ટાર અક્ષય કુમાર પણ એક મહત્વપૂર્ણ ભૂમિકામાં જોડાયા છે. આ ઉપરાંત, ૨૦૦૬ની મૂળ ફિલ્મ `ગોલમાલ: ફન અનલિમિટેડ`માં કામ કરનાર અભિનેતા શર્મન જોશી પણ બે દાયકા પછી કમબેક કરી રહ્યા છે, તેમજ અભિનેત્રી પ્રિયમણી પણ આ કલાકારોની ફોજમાં સામેલ થઈ છે.
ગોલમાલ કોમેડી યુનિવર્સના ૨૦ વર્ષ
`ગોલમાલ` સિક્વલનો પ્રારંભ ૨૦૦૬માં `ગોલમાલ: ફન અનલિમિટેડ`થી થયો હતો, જેણે રોહિત શેટ્ટી અને અજય દેવગનની સફળ જોડીનો પાયો નાખ્યો હતો. છેલ્લા બે દાયકામાં `ગોલમાલ રિટર્ન્સ` (૨૦૦૮), `ગોલમાલ ૩` (૨૦૧૦) અને `ગોલમાલ અગેઇન` (૨૦૧૭) સાથે આ શ્રેણીનો વ્યાપ વધતો રહ્યો છે, અને દરેક ભાગે બોક્સ ઓફિસ પર કમાણીના નવા રેકોર્ડ સર્જ્યા છે.
ટ્રેડ એનાલિસ્ટ્સના જણાવ્યા મુજબ, `ગોલમાલ ૫` એ અજય દેવગન અને અક્ષય કુમારનું એક મહત્વપૂર્ણ પુનર્મિલન છે, જેઓ અગાઉ `સુહાગ` (૧૯૯૪), `ખાકી` (૨૦૦૪) અને રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની ફિલ્મ `સિંઘમ અગેઇન` જેવી બ્લોકબસ્ટર એક્શન ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે.
ફિલ્મ વિશ્લેષકોનું માનવું છે કે જાન્યુઆરી ૨૦૨૭ની રિલીઝ ડેટ `ગોલમાલ ૫`ને બોક્સ ઓફિસ પર કોઈ મોટા સોલો સ્પર્ધક વિના લાંબો સમયગાળો આપશે, જેથી નવવર્ષના તહેવારો દરમિયાન કૌટુંબિક દર્શકોને સિનેમાઘરો સુધી આકર્ષી શકાશે.
